હોકી વર્લ્ડકપ- ભારતીય મહિલા ટીમ આજે સાઉથ આફ્રિકા સામે ટકરાશે:છેલ્લી મેચ ચીન સામે ડ્રો રમી હતી; નવનીત પાસેથી ફરી ગોલની અપેક્ષા
વુમન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો આજે સાઉથ આફ્રિકા સામે થશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં મજબૂત ચીન સામે 2-2થી ડ્રો રમી હતી. આ મેચમાં જીત ભારતને આગલા રાઉન્ડની નજીક પહોંચાડી દેશે. બીજી તરફ સાઉથ આફ્રિકાને તેની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે 4-0થી હાર મળી હતી. પૂલ-Dની આ મેચ સાંજે 6:30 વાગ્યે વેગનર હોકી સ્ટેડિયમ, એમ્સટેલવીનમાં રમાશે. ભારત પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે ભારતના ગ્રુપમાં ચીન, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ છે. નવા ફોર્મેટમાં દરેક પૂલની ટોપ-2 ટીમ આગલા રાઉન્ડમાં પહોંચશે. ભારત 1 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે સાઉથ આફ્રિકા ખાતું ખોલ્યા વિના છેલ્લા સ્થાને છે. જો ભારત આ મેચ જીતે છે, તો તેના 4 પોઇન્ટ થઈ જશે. આ સાથે ટીમનો આગલા રાઉન્ડમાં પહોંચવાનો દાવો મજબૂત થઈ જશે. જોકે, તેને છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ સામે ઓછામાં ઓછો ડ્રો રમવી પડશે. ચીન સામે નવનીત અને દીપિકાએ ગોલ કર્યા હતા ચીન સામે ભારત તરફથી નવનીત કૌર અને દીપિકાએ ગોલ કર્યા હતા. મેચની 8મી મિનિટમાં જ નવનીતે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. ચીને વાપસી કરતા બરાબરીનો ગોલ કર્યો હતો. આ પછી દીપિકાએ 25મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને ફરી આગળ કર્યું. જોકે મેચ ડ્રો રહી હતી. ભારતીય કોચ બોલ્યા- બોલ પઝેશનમાં સુધારો જરૂરી ભારતીય કોચ શોર્ડ મારિને કહ્યું છે કે ભારતને બોલ પઝેશન અને બોલ રિટેન્શનમાં સુધારો કરવો પડશે. ખેલાડીઓએ બોલ મેળવ્યા પછી તેને પોતાની પાસે જાળવી રાખવો પડશે. પછી એટેક બનાવીને ગોલ કરવાનો પ્રયાસ કરવો પડશે. તેમણે કહ્યું- ભારતનું ધ્યાન આગામી મેચ પર છે, ન કે આગામી રાઉન્ડના પોઈન્ટ ગણિત પર. બંને ટીમની સ્ક્વોડ ભારત: સલીમા ટેટે (કેપ્ટન), ઇશિકા ચૌધરી, નિક્કી પ્રધાન, બિચુ દેવી ખરીબામ (ગોલકીપર), સવિતા (ગોલકીપર), શિલ્પી ડબાસ, લાલરેમસિયામી, દીપિકા સોરેંગ, બલજીત કૌર, ઇશિકા, જ્યોતિ, નવનીત કૌર, સુશીલા ચાનુ પુખરંબમ, સુનેલિતા ટોપ્પો, નેહા, રુતુજા દાદાસો પિસલ, લાલથંતલુઆંગી, સાક્ષી રાણા, બ્યુટી ડુંગડુંગ, દીપિકા. સાઉથ આફ્રિકા: ઓન્થાતિલે જુલુ (કેપ્ટન), મોર્ગન ડી જગર (ગોલકીપર), સ્ટેફની બોથા, એડિથ મોલિકોએ, તહીરા ઓગસ્ટી, અને જાનસે વાન વુરેન, શાના મેન્ડોન્કા, બિયાન્કા વુડ, ન્ત્સોપા મોકોએના, પેરિસ-ગેલ આઇઝેક્સ, લેરાટો માહોલે, બેયલી એંગેલ્કે, કેલિન મારી, હન્ના પિયર્સ, ઓન્ગેજિવે માલી, લાઇકેન બ્રિસેટ, જીન-લેઘ ડુ ટોઇટ, નોમસા મ્જિજી, કૈલીન ડેન બક્કર, કાયલા ડી વાલ, માર્લિસ વાન ટોન્ડર (ગોલકીપર).
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


