₹10 લાખ સુધીના કેશ ટ્રાન્ઝેક્શન પર પાન કાર્ડ જરૂરી નથી:હોટલ બિલની લિમિટ પણ ₹1 લાખ, 1 એપ્રિલથી લાગુ થશે ઈન્કમ ટેક્સના નવા નિયમો
‘નવા ઇનકમ ટેક્સ એક્ટ, 2025’ ના ડ્રાફ્ટ નિયમોમાં પાન કાર્ડની અનિવાર્યતા સંબંધિત ફેરફારો કરવામાં આવ્યા છે. તેનો હેતુ નાના ટ્રાન્ઝેક્શન પર કાગળની કાર્યવાહી ઘટાડવાનો છે. 1. રોકડ વ્યવહાર: વર્ષમાં ₹10 લાખ સુધી PAN થી રાહત પ્રસ્તાવિત નિયમો અનુસાર, હવે એક નાણાકીય વર્ષમાં ₹10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા પર જ પાન નંબર આપવો ફરજિયાત રહેશે. હાલમાં બેંકિંગ કંપની અથવા કો-ઓપરેટિવ બેંકમાં એક દિવસમાં ₹50,000 થી વધુ રોકડ જમા કરાવવા પર પાન કાર્ડ આપવું જરૂરી હોય છે. સરકારના આ પગલાથી નાના વેપારીઓ અને સામાન્ય લોકોને રાહત મળશે. 2. હોટેલ અને પ્રોપર્ટી: ₹1 લાખના બિલ પર PAN જોઈશે નહીં હોટલના બિલ ચૂકવવા માટે પાન કાર્ડની લિમિટ ₹50,000 થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. એટલે કે જો બિલ ₹1 લાખથી ઓછું હોય, તો પાનની જરૂર નહીં પડે. આ જ નિયમ કન્વેન્શન સેન્ટર અને ઇવેન્ટ મેનેજમેન્ટ પેમેન્ટ પર પણ લાગુ પડશે. જ્યારે, પ્રોપર્ટીની ખરીદ-વેચાણ કે ગિફ્ટના કિસ્સામાં આ લિમિટ ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરવાનો પ્રસ્તાવ છે. 3. ગાડી ખરીદવી: ₹5 લાખથી મોંઘી બાઇક પર પાન આપવું પડશે જો તમે ₹5 લાખથી વધુ કિંમતની મોટરસાઇકલ કે કોઈ પણ મોટર વાહન ખરીદો છો, તો પાન નંબર આપવો પડશે. વર્તમાન નિયમોમાં ટુ-વ્હીલર માટે પાનની કોઈ શરત નહોતી, જ્યારે ચાર પૈડાવાળા વાહનો માટે કિંમત ગમે તે હોય, પાન આપવું ફરજિયાત હતું. હવે ₹5 લાખ સુધીની ગાડીઓને આ દાયરામાંથી બહાર રાખી શકાય છે. 4. ઇન્શ્યોરન્સ: એકાઉન્ટ બેઝ્ડ રિલેશનશિપ માટે પાન જરૂરી કોઈપણ વીમા કંપની સાથે એકાઉન્ટ-આધારિત રિલેશનશિપ શરૂ કરવા માટે PAN જરૂરી રહેશે. અત્યાર સુધી માત્ર 50 હજાર રૂપિયાથી વધુના લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર જ PAN માંગવામાં આવતું હતું. ‘એકાઉન્ટ-આધારિત સંબંધ’નો અર્થ એ છે કે હવે પોલિસી ખરીદવા પર બેંકની જેમ તમારી એક કાયમી પ્રોફાઇલ અથવા ખાતું ખુલશે. 5. ક્રિપ્ટો: ટેક્સ વિભાગ સાથે માહિતી શેર કરવી પડશે ક્રિપ્ટો એક્સચેન્જને હવે ઇન્કમ ટેક્સ વિભાગ સાથે માહિતી શેર કરવી ફરજિયાત રહેશે. ડિજિટલ કરન્સીને પણ હવે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ તરીકે સ્વીકારવામાં આવી છે. નવો કાયદો ક્યારથી લાગુ થશે? નાણા મંત્રી નિર્મલા સીતારમણના બજેટ 2026ની જાહેરાત બાદ CBDTએ આ નિયમો પર જનતા અને હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે. માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં આ સૂચનોના આધારે નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ત્યારબાદ 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ અને આ તમામ નવા નિયમો સમગ્ર દેશમાં લાગુ થઈ જશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

