₹4000 કરોડની 'રામાયણ'નું સરવૈયું!:રામ બનવા રણબીરે લીધા ₹150 કરોડ, તો રાવણ બનેલા યશે ઠોકી ₹100 કરોડની ફી; સ્ટારકાસ્ટની તગડી ફી દંગ કરી દેશે

Last Updated: August 3, 2026By

નિતેશ તિવારીની બહુચર્ચિત અને મહાકાવ્ય આધારિત ફિલ્મ ‘રામાયણ’ને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા છે. બે ભાગમાં રજૂ થનારી આ ફિલ્મનું કુલ બજેટ આશરે ₹4000 કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. હાલમાં જ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા સ્ટાર્સની તગડી ફીની વિગતો સામે આવી છે, જે જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે. 1. રણબીર કપૂર (ભગવાન રામ): ફિલ્મનો સૌથી મોંઘો એક્ટર રણબીર કપૂર ભગવાન શ્રીરામના રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ, રણબીરને આ ડ્યુઓલોજી (બે ભાગ) માટે ૧૫૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. આ તેના કરિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો ચેક છે. 2. યશ (રાવણ) ‘KGF’ ફેમ સાઉથ સુપરસ્ટાર યશ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહ્યો છે અને સાથે જ તે ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે. રાવણના દમદાર રોલ માટે યશને બંને ભાગ મળીને ૧૦૦ કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે. 3. સાઈ પલ્લવી (માતા સીતા) માતા સીતાની ભૂમિકા ભજવી રહેલી સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ સાઈ પલ્લવીને આ બંને ફિલ્મો માટે 12 કરોડ રૂપિયા મળ્યા છે. સામાન્ય રીતે સાઉથની ફિલ્મો માટે 2થી 3 કરોડ લેતી સાઈ પલ્લવી માટે આ બોલિવૂડ ડેબ્યૂ મોટો જમ્પ સાબિત થયો છે. 4. સની દેઓલ અને રવિ દુબે ‘ગદર ૨’ ની ભવ્ય સફળતા બાદ સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં દેખાશે, જેના માટે તેમને 40 કરોડ રૂપિયા ચૂકવાયા છે. જ્યારે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ફિલ્મોમાં આવેલ રવિ દુબને લક્ષ્મણના રોલ માટે 10-20 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. 5. વિવેક ઓબેરોય ફિલ્મમાં વિદ્યુતજિહ્વાનો રોલ કરી રહેલા વિવેક ઓબેરોયે આ ભવ્ય પ્રોજેક્ટ માટે પોતાની ફી જ લેવાની ના પાડી દીધી છે અને તેને ફિલ્મ માટે ડોનેટ (યોગદાન) કરી દીધી છે. ઓસ્કર વિજેતાઓ એઆર રહેમાન અને હેન્સ ઝિમર સંગીત આપી રહ્યા છે ફિલ્મના સંગીતને લઈને પણ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં બે દિગ્ગજ સંગીતકારો એઆર રહેમાન અને ઓસ્કર વિજેતા હેન્સ ઝિમર પ્રથમ વખત એકસાથે મળીને બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત તૈયાર કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ અને અભિનેતા યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય પ્રોજેક્ટને બે ભાગમાં બનાવવામાં આવી રહ્યો છે, જેનો પહેલો ભાગ નવેમ્બર 2026માં દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જુઓ ફિલ્મનું ટ્રેલર: 4000 કરોડના બજેટમાં બની રહી છે દેશની સૌથી મોંઘી ફિલ્મ ‘દંગલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર નિતેશ તિવારી છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે ભાગમાં બનનારી આ ફિલ્મનું કુલ બજેટ 4000 કરોડ રૂપિયાની આસપાસ છે, જે તેને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)ની જવાબદારી ઓસ્કર વિનિંગ કંપની DNEG સંભાળી રહી છે. ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તેના પોસ્ટ-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

Leave A Comment