₹52,000 કરોડ ચૂકવશે જોન્સન જોન્સન!:બેબી પાવડરથી થતાં કેન્સરના કેસો પતાવવા માટે કંપનીની ઓફર; 62,000 મહિલાઓના દાવા સામે ઝૂકવું પડ્યું
વિશ્વની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ અને બેબી પ્રોડક્ટ્સ કંપનીઓમાંની એક જોન્સન એન્ડ જોન્સન પોતાના પાવડરથી કેન્સર થવાના હજારો કેસોમાં કંપનીએ એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. કંપની તેના ટેલ્કમ બેઝ્ડ બેબી પાવડરના કારણે ઓવેરિયન કેન્સરનો ભોગ બનેલી હજારો મહિલાઓના દાવો પતાવવા માટે અંદાજે ₹52,000 કરોડ ચૂકવવા માટે સંમત થઈ છે. આ નિર્ણયથી છેલ્લા ઘણા દાયકાઓથી કાનૂની લડાઈ લડી રહેલી હજારો પીડિત મહિલાઓ અને તેમના પરિવારજનોને મોટી આર્થિક અને માનસિક રાહત મળશે. શું હતો સમગ્ર વિવાદ? જોન્સન એન્ડ જોન્સન કંપનીના ટેલ્કમ-બેઝ્ડ બેબી પાવડરનો ઉપયોગ કરનારી હજારો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, પાવડરમાં ‘એસ્બેસ્ટોસ’ નામનું ઝેરી તત્વ ભળેલું હતું. લાંબા સમય સુધી આ પાવડરના ઉપયોગથી મહિલાઓમાં ઓવેરિયન કેન્સર અને મિસોથેલિયોમા (એક પ્રકારનું દુર્લભ કેન્સર) જેવી ગંભીર બીમારીઓ થઈ હતી. અમેરિકા સહિત વિશ્વભરની કોર્ટમાં કંપની સામે 62,000થી પણ વધુ કેસો નોંધાયા હતા, જેમાં મહિલાઓએ દાવો કર્યો હતો કે કંપની પોતાના પાવડરમાં એસ્બેસ્ટોસ હોવાની વાત જાણતી હોવા છતાં તેણે આ માહિતી ગ્રાહકોથી છુપાવી રાખી હતી. બેન્કરપ્સી પ્રક્રિયા દ્વારા સેટલમેન્ટ કંપનીએ આ તમામ કેસોની પતાવટ કરવા માટે પોતાની પેટાકંપની (LLC) દ્વારા અમેરિકાના બેન્કરપ્સી લો (Bankruptcy Law)ની ‘ચેપ્ટર 11’ અંતર્ગત અરજી દાખલ કરી છે. કંપનીએ જણાવ્યું છે કે જો 75% પીડિતો (ક્લેમન્ટ્સ) આ પ્રસ્તાવની તરફેણમાં વોટ કરશે, તો તમામ કેસો કોર્ટની બહાર જ એક સાથે સેટલ થઈ જશે. જોકે, કંપનીએ આ સેટલમેન્ટ માટે સંમતિ આપી હોવા છતાં, પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેમનો પાવડર સુરક્ષિત હતો અને તેનાથી કેન્સર થતું હોવાના કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. ટેલ્કમ શું હોય છે? ટેલ્કમ એક કુદરતી રીતે મળતું મિનરલ છે, જે પૃથ્વીમાંથી મળે છે. એમાં મેગ્નેશિયમ, સિલિકોન, ઓક્સિજન અને હાઈડ્રોજન હોય છે. રાસાયણિક રીતે ટેલ્કમ એક ડાઈડ્રોસ મેગ્નેશિયમ સિલિકેટ હોય છે, જેની કેમિકલ ફોર્મ્યુલા Mg3Si4O10(OH)2 છે. કોસ્મેટિક્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં ટેલ્કમનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ પરસેવાને શોષવા માટે થાય છે. ટેલ્કમથી કેન્સર થવાનું જોખમ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાંથી ટેલ્કમને ખાણમાંથી કાઢવામાં આવે છે, ત્યાંથી એસ્બેસ્ટસ પણ નીકળે છે. એસ્બેસ્ટસ માઈકા પણ એક કુદરતી રીતે મળતું સિલિકેટ મિનરલ છે, પરંતુ તેનું એક અલગ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય છે. તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે ટેલ્કમનું માઈનિંગ કરવામાં આવે છે તો એમાં એસ્બેસ્ટસ પણ મળવાનું જોખમ રહે છે. ભારતીય માર્કેટ અને પાવડર પર પ્રતિબંધ ભારે વિવાદ અને ડઝનબંધ કોર્ટ કેસો બાદ જોન્સન એન્ડ જોન્સને વિશ્વભરમાં પોતાના ટેલ્કમ-બેઝ્ડ પાવડરનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી દીધું છે. કંપનીએ હવે તેના બદલે કોર્નસ્ટાર્ચ-બેઝ્ડ (Cornstarch-based) પાવડર બનાવવાનું શરૂ કર્યું છે. ભારત સહિત અનેક દેશોમાં પણ આ પાવડરના સેમ્પલિંગ અને ક્વોલિટી ચેકિંગને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. કંપની પાઉડરને સેફ ગણાવ્યો કંપનીએ જાતે તેના પાઉડર પર રિસર્ચ કરીને દાવો કર્યો છે કે તેમનો બેબી ટેલ્કમ પાઉડર સેફ છે. JJએ કહ્યું હતું કે તેમણે તેમના દરેક બેબી પાઉડર પ્રોડક્ટમાં ટેલ્કમ પાઉડરના બદલે કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરવાનો કોમર્શિયલ નિર્ણય લીધો છે. કંપનીને પેમેન્ટ કરવા માટે મજબૂર કરાય છે કોર્ટ ફાઈલિંગમાં JJ લોયરે જણાવ્યું કે, કંપની છેલ્લાં 5 વર્ષમાં માત્ર કેસમાં 1 બિલિયન ડોલર (અંદાજે 7968 કરોડ) ખર્ચ કરી ચૂકી છે. કંપનીના બેંકરપ્સીના ફાઈલિંગ પ્રમાણે JJને સેટલમેન્ટ કેસોનો ઉકેલ લાવવા માટે અત્યાર સુધી 3.5 બિલિયન ડોલર (28 હજાર કરોડ)નો ખર્ચ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. સેન્ટ લુઈસમાં રાજ્યની કોર્ટની બહાર 2018માં જ્યુરીના નિર્ણયએ JJને તે 20 મહિલાઓને 20 હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવા મજબૂર કરી હતી જેમણે તેમના ગર્ભાશયના કેન્સર માટે તેમના બેબી પાઉડરને ટાર્ગેટ કર્યો હતો. મિસૌરી સુપ્રીમ કોર્ટ અને US સુપ્રીમ કોર્ટ બંનેના નિર્ણયને ફેરબદલ કરવાનો ઈનકાર કર્યો છે. 1894થી વેચાય છે પાઉડર 1894થી વેચાતા જોનસન બેબી પાઉડર ફેમિલી ફ્રેન્ડલી હોવાને કારણે કંપનીનું સિમ્બોલ પ્રોડક્ટ બની ગઈ હતી. 1999થી કંપનીની ઈન્ટર્નલ બેબી પ્રોડક્ટ ડિવિઝન તેનું માર્કેટિંગ રિપ્રેઝન્ટેશન કરતી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

