પ્રકાશ રાજનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર:કોકરોચ જનતા પાર્ટીના ટ્રેન્ડ વચ્ચે વીડિયો શેર કરી કહ્યું, 'કોકરોચ આ રીતે કેરી ખાય છે', 10 દિવસમાં BJP વિરુદ્ધ 15 પોસ્ટ કરી
‘સિંઘમ’ સ્ટાર પ્રકાશ રાજે પોતાને કોકરોચ (વંદો) ગણાવ્યા છે. આ નિવેદન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા આપ્યું છે. પ્રકાશ રાજ અવારનવાર ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. ‘કોકરોચ કેરીમાં આઇસ્ક્રીમ નાખીને ખાય છે’ ખરેખર, અક્ષય કુમારને આપેલા જૂના ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ કેરી ખાય છે અને તેમને કેરી ખાવી ખૂબ ગમે છે, પરંતુ તેઓ બાળપણમાં ગરીબ હતા, તેથી કેરી ખરીદવી તેમના માટે સામાન્ય બાબત ન હતી. તેમના આ જ નિવેદનને હાઇલાઇટ કરતા પ્રકાશ રાજે પોતાના સત્તાવાર X (પહેલા ટ્વિટર) એકાઉન્ટ પરથી કેરીને અનોખી રીતે ખાતા વીડિયો પોસ્ટ કર્યો છે. પ્રકાશ રાજે કેરીનો ગોટલો કાઢ્યો અને તેમાં આઈસ્ક્રીમ ભેળવીને ચમચી વડે ખાધો. આ સાથે તેમણે કહ્યું છે, ‘આ શું છે મોદીજી, કેરીને આમ કાપીને ઇમામ પસંદ છે. તેમાં આઈસ્ક્રીમ નાખીને કોકરોચ આમ ખાય છે.’ આ વીડિયો સાથે પ્રકાશ રાજે લખ્યું છે, ‘કોકરોચ ઈટિંગ મેંગો. હેશટેગ કોકરોચ જનતા પાર્ટી.’ પ્રકાશ રાજ, સતત ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે. હવે તેઓ ખુલ્લેઆમ, કોકરોચ જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપેલા એક્ટર પ્રકાશ રાજના તાજેતરના નિવેદનો-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

