13 વર્ષનો બાળક શાર્કથી ભરેલા દરિયામાં કૂદ્યો:4 કલાક સતત તરીને માતા, ભાઈ-બહેનના જીવ બચાવ્યા; પોતાની જાતને મોટીવેટ કરતો રહ્યો- જસ્ટ કીપ સ્વિમિંગ, જસ્ટ કીપ સ્વિમિંગ
એક 13 વર્ષના ઓસ્ટ્રેલિયન છોકરાએ શાર્કથી ભરેલા ખતરનાક સમુદ્રમાં 4 કિલોમીટર તરીને પોતાની માતા અને બે નાના ભાઈ-બહેનોનો જીવ બચાવ્યો. આ ઘટના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ક્વિન્ડાલુપ બીચ પાસે જિયોગ્રાફ બેમાં બની હતી, જ્યારે પરિવાર પેડલબોર્ડિંગ અને કયાકિંગ (બોટિંગ) માટે નીકળ્યો હતો. પરિવાર રજાઓ ગાળવા ક્વિન્ડાલુપ પહોંચ્યો હતો
પરિવારમાં 47 વર્ષની માતા જોઆન એપલબી, તેમનો 13 વર્ષનો પુત્ર ઓસ્ટિન એપલબી, 12 વર્ષનો નાનો પુત્ર બો અને 8 વર્ષની પુત્રી ગ્રેસ સામેલ હતા. તેઓ 30 જાન્યુઆરી 2026ના રોજ રજાઓ ગાળવા ક્વિન્ડાલુપ આવ્યા હતા, જે પર્થથી લગભગ 250 કિલોમીટર દક્ષિણમાં છે. હવામાન શરૂઆતમાં શાંત લાગતું હતું, પરંતુ તેજ પવન અને મોજાંને કારણે તેમનું પેડલબોર્ડ અને બોટ વહેવા લાગ્યા. બપોરના સમયે તેમની બોટ પલટી ગઈ, એક પેડલ ખોવાઈ ગયું અને તેઓ ઝડપથી સમુદ્ર તરફ વહેવા લાગ્યા. સતત 4 કલાક સુધી પાણીમાં તરતો રહ્યો ઓસ્ટિન
ઓસ્ટિને મદદ માટે બોટથી કિનારા તરફ પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોટમાં પાણી ભરાવા લાગ્યું અને તે ડૂબવા લાગી. ઓસ્ટિને બોટ છોડી દીધી અને તરવાનું શરૂ કર્યું. તે શાર્કથી ભરેલા સમુદ્રમાં લગભગ 4 કિલોમીટર તરતો રહ્યો. પહેલા બે કલાક તેણે લાઇફ જેકેટ પહેરીને પોતે તર્યો, પરંતુ લાગ્યું કે જેકેટ તેને ધીમો પાડી રહ્યો છે અને તે પહોંચી શકશે નહીં, તેથી તેણે જેકેટ પણ ઉતારી દીધું. પછીના બે કલાક તે જેકેટ વગર તરતો રહ્યો. તેણે બ્રેસ્ટસ્ટ્રોક, ફ્રી સ્ટાઇલ અને સર્વાઇવલ બેકસ્ટ્રોક જેવી અલગ-અલગ શૈલીઓનો ઉપયોગ કર્યો. પોતાની જાતને મોટીવેટ કરતો રહ્યો
તરતી વખતે ઓસ્ટિન પોતાની જાતને મોટીવેટ કરતો રહ્યો. તેણે સ્કાઈ ન્યૂઝને જણાવ્યું, હું બસ વારંવાર કહેતો રહ્યો નોટ ટુડે, નોટ ટુડે, નોટ ટુડે. તે કહેતો રહ્યો જસ્ટ કીપ સ્વિમિંગ, જસ્ટ કીપ સ્વિમિંગ. ઓસ્ટિને વધુમાં કહ્યું કે, મોજાં ખૂબ મોટાં હતાં. હું બસ વિચારતો રહ્યો, બસ તરતો રહે, બસ તરતો રહે. આખરે હું કિનારે પહોંચ્યો અને ત્યાં જ પડી ગયો. કિનારે પહોંચીને સાંજે લગભગ 6 વાગ્યે તેણે પોલીસ અને બચાવ ટીમને જાણ કરી. ત્યારબાદ રેસ્ક્યૂ ટીમ પહોંચી. વોટર પોલીસે ઓસ્ટિનની મદદથી રેસ્ક્યૂ કર્યું
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વોટર પોલીસ, લોકલ મરીન રેસ્ક્યૂ વોલન્ટીયર્સ અને રેસ્ક્યૂ હેલિકોપ્ટર જોડાયા. હેલિકોપ્ટરે સાંજે 8:30 વાગ્યે માતા અને બે બાળકોને શોધી કાઢ્યા. તેઓ એક પેડલબોર્ડને વળગી રહ્યા હતા અને કિનારાથી લગભગ 14 કિલોમીટર દૂર વહી ગયા હતા. તેઓએ લાઇફ જેકેટ પહેરેલા હતા, જેના કારણે તેઓ આટલા કલાકો સુધી જીવિત રહ્યા. વોલન્ટીયર મરીન રેસ્ક્યૂ બોટ તેમને બચાવીને કિનારે લાવી. પેરામેડિક્સ દ્વારા તપાસ કરવામાં આવી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પાછળથી કોઈ ઈજા ન હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. પરિવારે રેસ્ક્યૂ ટીમનો આભાર માન્યો. ખૂબ જ જોખમી વિસ્તાર છે જિયોગ્રાફ બે
જિયોગ્રાફ બેમાં શાર્કનો ખતરો હંમેશા રહે છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં ઘણા શાર્ક એટેક થયા છે, જેના કારણે ઘણા બીચ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના સમયે પણ પાણીમાં શાર્ક હોવાને કારણે જોખમ વધારે હતું. ઓસ્ટિનની આ બહાદુરીને ‘સુપરહ્યુમન’ અને ‘હીરો’ કહેવામાં આવી રહી છે. માતા જોઆને કહ્યું કે પુત્રને તરવા માટે મોકલવો એ તેમના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

