15 મેના રોજ રિલીઝ થશે આયુષ્માનની નવી ફિલ્મ:35 કરોડમાં વેચાયા ‘પતિ પત્ની ઔર વો 2’ ના બ્રોડકાસ્ટ રાઇટ્સ, 2019ની હિટ ફિલ્મની સિક્વલ

Last Updated: April 27, 2026By

આયુષ્માન ખુરાનાની નવી કોમેડી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો 2’ ટૂંક સમયમાં દર્શકો સમક્ષ આવવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન મુદસ્સર અઝીઝે કર્યું છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનું એક ગીત પણ સામે આવ્યું. આ ફિલ્મ સંબંધો વચ્ચે ઊભી થતી હાસ્યજનક પરિસ્થિતિઓને દર્શાવે છે, જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે. અહેવાલો અનુસાર, ‘આ ફિલ્મના વિશ્વભરમાં પ્રદર્શનના રાઇટ્સ ઝી સ્ટુડિયોઝે લગભગ 35 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેમાંથી ભારતમાં પ્રદર્શનના રાઇટ્સ 27 કરોડ રૂપિયા અને વિદેશમાં પ્રદર્શનના રાઇટ્સ 8 કરોડ રૂપિયામાં નક્કી થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મને મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. 15 મેના રોજ આ ફિલ્મ એકલી સિનેમાઘરોમાં આવશે, જેનાથી તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી શકે છે. આ એક પારિવારિક મનોરંજન ફિલ્મ છે અને સિનેમાઘરોના માલિકો પણ તેને લઈને ઉત્સાહિત છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં લગભગ 65 કરોડ રૂપિયાનો વ્યવસાય થતાં જ ડિસ્ટ્રીબ્યુટર્સનો ખર્ચ નીકળી જશે. ત્રણ એક્ટ્રેસ વચ્ચે ફસાસે આયુષ્માન ટીઝરમાં આયુષ્માન ખુરાના ‘પ્રજાપતિ પાંડે’ના પાત્રમાં જોવા મળશે. આ વખતે તેમના જીવનમાં મૂંઝવણનું સ્તર ઘણું વધારે છે. આયુષ્માન એક કે બે નહીં, પરંતુ ત્રણ મહિલાઓ વચ્ચે ફસાસે. ફિલ્મમાં વિજય રાજ એક પોલીસકર્મીની ભૂમિકામાં છે. 2019ની હિટ ફિલ્મની સિક્વલ છે આ ફિલ્મ 2019માં આવેલી ‘પતિ પત્ની ઔર વો’ ફ્રેન્ચાઇઝીનો બીજો ભાગ છે. છેલ્લા ભાગમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં હતા, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ વખતે મેકર્સે આખી સ્ટાર કાસ્ટ બદલી નાખી છે.