2 દિવસમાં ચાંદીમાં મોટો કડાકો, ₹9000 સસ્તી થઈ:સોનું ₹4,500 સસ્તું થયું, PM મોદીની બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલ ફળી

Last Updated: September 2, 2026By

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 2 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,855 રૂપિયા ઘટીને 1.51 લાખ રૂપિયા થયો છે. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત આજે 2,059 રૂપિયા ઘટીને 2.28 લાખ રૂપિયા પર આવી ગઈ છે. PM નરેન્દ્ર મોદીની અપીલને કારણે 2 દિવસમાં જ ચાંદી 9,000 અને સોનું 4,500 રૂપિયા સસ્તું થઈ ગયું છે. PM મોદીની બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલની અસર માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તા અનુસાર, PM નરેન્દ્ર મોદીની અપીલને કારણે આગામી દિવસોમાં પણ સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજીને કારણે પણ સોના અને ચાંદીમાં ઘટાડો થયો છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના એક ટાપુ પર હુમલો કર્યો છે. ઈરાને પણ જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કર્યો. કેરેટ મુજબ સોનાની કિંમત દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સોર્સ: goodreturns 2 સપ્ટેમ્બર 2026 ઓલટાઇમ હાઈથી 1.55 લાખ રૂપિયા ઘટી ચાંદી આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધી સોનું 24 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્યારે, ચાંદીની કિંમત 31 ડિસેમ્બર 2025 ના રોજ 2.28 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીના રોજ 3.86 લાખ રૂપિયાની ઓલ ટાઈમ હાઈ પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી ચાંદી 1.58 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધી સોના-ચાંદીની ચાલ નોંધ:- સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત કિલોમાં | સ્ત્રોત:- IBJA જુદા જુદા શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો

Leave A Comment