2027 ODI World Cup Host Cities List

Last Updated: July 31, 2026By

જોહાનિસબર્ગ2 કલાક પેહલા

  • કૉપી લિંક

ICCએ 2027 વન-ડે વર્લ્ડ કપ માટે 12 યજમાન શહેરોની જાહેરાત કરી દીધી છે. ટુર્નામેન્ટ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે.

સાઉથ આફ્રિકાના 8 સ્થળોએ મેચ રમાશે. જેમાં જોહાનિસબર્ગ, સેન્ચુરિયન, ડર્બન, ગ્કેબેર્હા, કુગોમ્પો સિટી, કેપટાઉન, પાર્લ અને બ્લોમફોન્ટેન શહેરો હશે. જ્યારે ઝિમ્બાબ્વેના હરારે, બુલાવાયો અને વિક્ટોરિયા ફોલ્સ અને નામિબિયાની રાજધાની વિન્ડહોકમાં પણ મેચ રમાશે.

ફાઇનલ મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ અથવા કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં થઈ શકે છે.

2023 વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં યજમાન ભારતને 6 વિકેટે હરાવીને ખિતાબ જીત્યો હતો.

2023 વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં યજમાન ભારતને 6 વિકેટે હરાવીને ખિતાબ જીત્યો હતો.

24 વર્ષ પછી આફ્રિકામાં પરત ફરશે વન-ડે વર્લ્ડ કપ

વન-ડે વર્લ્ડ કપ 24 વર્ષ પછી આફ્રિકામાં પરત ફરી રહ્યો છે. આ પહેલા 2003માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યાએ ટુર્નામેન્ટની યજમાની કરી હતી. આ પછી સાઉથ આફ્રિકા 2007 T20 વર્લ્ડ કપ, 2009 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2023 મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે.

નામિબિયા પહેલીવાર કોઈ સિનિયર ICC ટુર્નામેન્ટની યજમાની કરશે. જોકે, આ જ વર્ષે તેણે ઝિમ્બાબ્વે સાથે મળીને અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું.

2007 T20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો. ભારત ચેમ્પિયન બન્યું હતું.

2007 T20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો. ભારત ચેમ્પિયન બન્યું હતું.

54માંથી 41 મેચ સાઉથ આફ્રિકામાં રમાઈ શકે છે

વર્લ્ડ કપની કુલ 54 મેચમાંથી ઓછામાં ઓછી 41 મેચ સાઉથ આફ્રિકામાં રમાવાની શક્યતા છે. ઝિમ્બાબ્વેને 7થી 10 મેચની યજમાની મળશે, જ્યારે નામિબિયામાં ઓછામાં ઓછી ત્રણ મેચ રમાશે.

બેનોની અને પોટચેફસ્ટ્રુમને વોર્મ-અપ વેન્યુ બનાવ્યા છે. આ બંને શહેરો આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપ ક્વોલિફાયરની યજમાની પણ નામિબિયા સાથે મળીને કરી શકે છે.

સાઉથ આફ્રિકાનું જોહાનિસબર્ગ સ્ટેડિયમ.

સાઉથ આફ્રિકાનું જોહાનિસબર્ગ સ્ટેડિયમ.

વિક્ટોરિયા ફોલ્સ પહેલીવાર બનશે વર્લ્ડ કપ વેન્યુ

12 શહેરોમાં વિક્ટોરિયા ફોલ્સ નવું વેન્યુ છે. અહીં 10 હજાર દર્શકોની ક્ષમતાવાળું નવું સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે, જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે.

14 ટીમ સાથે નવા ફોર્મેટમાં ટુર્નામેન્ટ યોજાશે

2027 વન-ડે વર્લ્ડ કપમાં કુલ 14 ટીમ ભાગ લેશે. ICCએ તાજેતરમાં આ માટે નવું થ્રી-સ્ટેજ ફોર્મેટ મંજૂર કર્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત સુપર સિરીઝથી થશે, જેમાં રેન્કિંગની 12મી, 13મી અને 14મી ટીમ આમને-સામને હશે. આમાંથી એક ટીમ આગલા સ્ટેજમાં પહોંચશે.

ત્યારબાદ 12 ટીમને 6-6 ટીમના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપની ટૉપ-3 ટીમ અને ચોથા સ્થાને રહેલી બંને ટીમમાંથી વધુ સારી એક ટીમ સુપર-7 રાઉન્ડમાં પહોંચશે.

સુપર-7માં સાતેય ટીમ એકબીજા સામે રમશે, ત્યારબાદ ટૉપ-4 ટીમ સેમિફાઇનલમાં સ્થાન બનાવશે. સેમિફાઇનલ જીતનારી બે ટીમ ફાઇનલ રમશે.

ભારત-પાકિસ્તાનની 3 મેચ શક્ય

નવા ફોર્મેટને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુમાં વધુ ત્રણ મેચ રમાઈ શકે છે. જો બંને ટીમ એક જ ગ્રુપમાં હશે તો પહેલી ટક્કર ગ્રુપ સ્ટેજમાં થશે. બંને સુપર-7માં પહોંચશે તો બીજી મેચ રમાશે. આ પછી સેમિફાઇનલ કે ફાઇનલમાં બંને ટીમ ત્રીજી વખત સામસામે આવી શકે છે.

યજમાનોની સ્થિતિ શું છે?

ફુલ મેમ્બર હોવાને કારણે સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. જ્યારે ત્રીજા યજમાન નામીબિયાને ક્વોલિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટુર્નામેન્ટ 2027-31 ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP)નો પ્રથમ ICC ઇવેન્ટ પણ હશે.

Leave A Comment