2032થી ચંદ્ર પર ખૂલશે Luxury Hotel!, એક રાતનું ભાડું સાંભળીને ચોંકી જશો, બુકિંગ શરૂ
કેલિફોર્નિયા સ્થિત ટેક સ્ટાર્ટઅપ ગેલેક્ટિક રિસોર્ટ યુટિલાઇઝેશન (GRU) એ ચંદ્ર પર વિશ્વની પ્રથમ લક્ઝરી હોટેલ બનાવવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. આ પ્રોજેક્ટમાં એલન મસ્કની SpaceX અને દિગ્ગજ ટેક કંપની Nvidia એ પણ રસ દાખવી રોકાણ કર્યું છે, જે આ સપનાને વાસ્તવિકતાની નજીક લઈ જાય છે.
ખર્ચ અને બુકિંગ પ્રક્રિયા
ચંદ્ર પર ‘મૂનવોક’ કરવાનો અનુભવ સસ્તો નથી. જો તમે અહીં રોકાવા માંગતા હોવ, તો તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવી પડશે.એપ્લિકેશન ફી: ₹90,000 (નોન-રિફંડેબલ). પસંદગી થયા બાદ ₹9 કરોડ સુધીની રિફંડેબલ ડિપોઝિટ ભરવાની રહેશે. એક રાતનું ભાડું: અંદાજે ₹3.7 કરોડ ($4.1 લાખ). જોકે, સંપૂર્ણ ટ્રિપનો ખર્ચ ₹90 કરોડ સુધી પહોંચી શકે છે.
વૈભવી હોટેલ બનાવવાની સમયરેખા
GRU Spaceએ ચાંદ પર હોટેલ બનાવવાની સમયરેખા પણ જાહેર કરી છે. કંપનીની વેબસાઇટ મુજબ:
2026: ચાંદ પર હોટેલ માટે રજિસ્ટ્રેશન શરૂ
2027: પ્રાઇવેટ ઓક્શન અને લૂનર સ્ટે માટે લોકોની પસંદગી
2029: પ્રથમ કન્સ્ટ્રક્શન પેલોડ ચાંદ પર મોકલાશે
2031: લૂનર હેબિટેટ અને કન્સ્ટ્રક્શન સિસ્ટમ ડિપ્લોય થશે
2032: ચાંદ પર પ્રથમ મહેમાનનું સ્વાગત થશે
માનવીઓ માટે નવો વળાંક
અત્યાર સુધી માત્ર 12 અવકાશયાત્રીઓએ જ ચંદ્ર પર પગ મૂક્યો છે, પરંતુ GRU નો હેતુ સામાન્ય નાગરિકોને ‘ઇન્ટરપ્લેનેટરી’ (આંતરગ્રહીય) બનાવવાનો છે. સ્કાયલર ચેનના મતે, જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ પર અબજો લોકોનું જીવન શક્ય બનશે. આમ, 2032 એ વર્ષ હશે જ્યારે માનવી પૃથ્વીની મર્યાદાઓ ઓળંગીને બ્રહ્માંડમાં પોતાનું નવું ઘર બનાવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

