'25 સાલ મેં ભારત 'ઈસ્લામિક સ્ટેટ' હોગા':'ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ'માં દેખાશે પ્રેમની આડમાં ખેલાતો લવ-જેહાદનો ખેલ, ફિલ્મનું રૂંવાડાં ઊભાં કરતું ટ્રેલર રિલીઝ
‘ધ કેરળ સ્ટોરી’ની ભવ્ય સફળતા બાદ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ ફરી એકવાર સમાજની કડવી વાસ્તવિકતા અને ધર્માંતરણના ગંભીર મુદ્દા પર ફિલ્મ લઈને તૈયાર છે. ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે ખરેખર રૂંવાડાં ઊભા કરી દે એવું છે. ટ્રેલરમાં શું ખાસ છે?
ટ્રેલર એક ભયાનક ચેતવણી સાથે શરૂ થાય છે, ભારત આગામી 25 વર્ષમાં ‘ઈસ્લામિક સ્ટેટ’ બની જશે. સ્ટોરી તરત જ રાજસ્થાન તરફ વળે છે, જ્યાં એક વ્યથિત હિન્દુ પરિવાર POCSO (PoCSO) ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે. તે આરોપ લગાવે છે કે તેની 16 વર્ષની પુત્રીનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું છે. માતાપિતાની પીડા અને લાચારી વાર્તાનો સૂર નક્કી કરે છે. ત્યાંથી સ્ટોરી મધ્યપ્રદેશ તરફ આગળ વધે છે, જ્યાં એક હિન્દુ યુવતીને લગ્નમાં ફસાવવામાં આવે છે અને પછી ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવે છે. તેની મૌન વેદના અને એકલતા વિશ્વાસઘાત અને તૂટેલા વિશ્વાસનું ભયાનક ચિત્ર દોરે છે. સ્ટોરીનો ત્રીજો ભાગ કેરળ લઈ જાય છે. અહીં એક મુસ્લિમ પુરુષ તેની હિન્દુ ગર્લફ્રેન્ડને લિવ-ઇન રિલેશનશિપનો પ્રસ્તાવ મૂકે છે. જ્યારે છોકરી સ્પષ્ટપણે કહે છે કે તે ધર્માંતરણ નહીં કરે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસે છે. ટ્રેલરમાં ગરમાગરમ દલીલો અને મુકાબલાનાં દૃશ્યો દર્શાવવામાં આવ્યાં છે, જ્યાં તેને તેના ધર્મનો ત્યાગ કરવા દબાણ કરવામાં આવે છે, જે ઓળખ, શ્રદ્ધા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેના યુદ્ધને પ્રકાશિત કરે છે. 3 મિનિટ અને 7 સેકેન્ડના ટ્રેલરમાં ઘણા સીન એવા છે, જેમાં તમારા રૂંવાડાં ઊભાં થઈ જશે, ખાસ કરીને અંતનો જે સીન ખરેખર હચમચાવી દે એવો છે. ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકામાં છે. ક્યારે થશે રિલીઝ?
અમરનાથ ઝા અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા લિખિત આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનાં ગીતો જાણીતા ગીતકાર મનોજ મુન્તશિરે લખ્યાં છે. જુઓ સંપૂર્ણ ટ્રેલર:- ‘ધ કેરલ સ્ટોરી’ને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યા હતા ‘ધ કેરલ સ્ટોરી’ વર્ષ 2023ની મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ રહી હતી, જેણે લવ-જેહાદ અને ધર્મપરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દાઓને નિર્ભયતાથી ઉઠાવ્યા હતા. ફિલ્મે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી અને બાદમાં એને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
