40 Year Women Health Tips: 40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ કેવો આહાર લેવો જોઈએ? જાણો હેલ્ધી ડાયેટ ટિપ્સ
મહિલાઓ પોતાના પરિવારની સંભાળ રાખવામાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તેથી, ઘણી સ્ત્રીઓ, 40 વર્ષની ઉંમર બાદ અનેક સમસ્યાનો શિકાર થાય છે. તેઓ અજાણતાં એવી ટેવો અપનાવી લે છે જેની તેમની તંદુરસ્તી પર અસર થાય છે. મહિલાઓએ તંદુરસ્ત રહેવા 40 વર્ષની ઉંમર પછી પોતાના આહારમાં ખોરાકને જરૂર સામેલ કરવા જોઈએ.
40 વર્ષ બાદ મહિલાઓ આટલું જરૂર કરે
કેલ્શિયમ અને વિટામિન D : હાડકાંની મજબૂતી માટે 40 વર્ષ બાદ મહિલાઓએ ડેઈલી ડાયેટમાં ડેરી પ્રોડક્ટ્સને સામેલ કરવી. કારણ કે ઉંમર વધવાની સાથે ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં પોલા થવા)નું જોખમ વધે છે. એટલે પોતાના આહારમાં ઓછી ચરબીવાળું દૂધ, દહીં અને પનીરને જરૂર સામેલ કરો. દહીં પ્રોબાયોટિક તરીકે પણ કામ કરે છે જે પાચન સુધારે છે. સોયાબિન અને રાગી પણ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે.
પ્રોટીન : 40 પછી સ્નાયુઓ નબળા પડવા લાગે છે, જેને રોકવા પ્રોટીન જરૂરી છે. સ્નાયુઓને શક્તિ જાળવી રાખવા પોતાના આહારમાં કઠોળને સામેલ કરવા જોઈએ. મહિલાઓ ડેઈલી ડાયટમાં મગ, ચણા, તુવેર, મસૂર વગેરે કઠોળને સ્થાન આપવું જોઈએ. પનીર, ટોફુ અને સોયા પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે હોર્મોનલ સંતુલનમાં પણ મદદ કરે છે.
ઓમેગા-3 ફેટી એસિડ્સ : હૃદયરોગથી બચવા અને સાંધાના દુખાવા ઘટાડવા આ વિટામન જરૂરી છે. હૃદય અને મગજ સ્વસ્થ રાખવા અખરોટ અને અળસીનું સેવન કરવું જોઈએ. 40 વર્ષ બાદ મહિલાઓએ દરરોજ એક ચમચી અળસી અથવા બે અખરોટ ખાવાની આદત પાડવી જોઈએ. ચિયા સીડ્સ એ ફાઈબર અને ઓમેગા-3 થી ભરપૂર છે.
ફાઈબર યુક્ત ખોરાક : 40 વર્ષ પછી 90 ટકા મહિલાઓનું મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે. જેના કારણે તેમનું વજન ઝડપથી વધે છે. વધતા વજનને રોકવામાં ફાઈબર યુકત ખોરાક મદદ કરશે. વજન નિયંત્રણ માટે આખા અનાજ લો. ઓટ્સ, બાજરો, જુવાર અને રાગી જેવા જાડા અનાજને આહારમાં સ્થાન આપો.
શાકભાજી અને ફ્રૂટસ : પાલક, મેથી, દૂધી, બ્રોકોલી અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર કરશે. આર્યનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે આ લીલા શાકભાજી. તેમજ ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ માટેપપૈયું, દાડમ, સફરજન અને બેરીઝ જેવા ફળોને આહારમાં સ્થાન આપો. નારંગી અને લીંબુ જેવા ખાટા ફળો વિટામિન C આપે છે, જે ત્વચામાં કોલેજન જાળવી રાખે છે.
સ્વસ્થ રહેવા મહિલાઓ કરે આ ઉપચાર
40 વર્ષની ઉંમર પછી મહિલાઓના શરીરમાં હોર્મોનલ ફેરફારો (જેમ કે પેરી-મેનોપોઝ) અને મેટાબોલિઝમ ધીમું પડવા જેવા ફેરફારો થવા લાગે છે. આ સમયે હાડકાંની મજબૂતી, સ્નાયુઓનું સ્વાસ્થ્ય અને હૃદયની સુરક્ષા માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે.40 વર્ષની ઉંમર પછી મહિલાઓના શરીરમાં હોર્મોનલ ફેરફારો (જેમ કે પેરી-મેનોપોઝ) અને મેટાબોલિઝમ ધીમું પડવા જેવા ફેરફારો થવા લાગે છે. આ સમયે હાડકાંની મજબૂતી, સ્નાયુઓનું સ્વાસ્થ્ય અને હૃદયની સુરક્ષા માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : Ghee Coffee Benefit : ઘી વાળી કોફી પીવાના અદભૂત ફાયદા, શું તમે ક્યારેય ટ્રાય કરી છે?
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

