59 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થશે 'રામાયણ'!:₹4000 કરોડનું બજેટ વસૂલવા મેકર્સનો માસ્ટરપ્લાન, 'બ્રહ્મા AI'થી લિપ-સિંક કરી 50 ભાષામાં રિલીઝ કરાશે
નિતીશ તિવારીની ‘રામાયણ’ રિલીઝ પહેલાં જ વૈશ્વિક સ્તરે નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ તેના ભવ્ય VFX એ દર્શકોમાં ચર્ચા જગાવી છે. અંદાજે 4000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી આ ફિલ્મના પૈસા વસુલવા માટે મેકર્સે નવી રણનીતિ હાથ ધરી છે. મેકર્સ ફિલ્મની ગ્લોબલ રિલીઝની એવી તૈયારી કરી રહ્યા છે, જે ભારતીય સિનેમાના બોક્સ ઓફિસના ઇતિહાસને બદલી શકે છે. રણબીર કપૂર, યશ અને સાઇ પલ્લવી સ્ટારર ‘રામાયણ’નું ઇંગ્લિશ લિપ-સિંક ટ્રેલર રિલીઝ કરીને આંતરરાષ્ટ્રીય રિલીઝના મોટા પ્લાનની જાણકારી આપી છે. ભારત અને વિદેશોના સ્ક્રીન કાઉન્ટ સહિત ‘રામાયણ’ની કુલ વૈશ્વિક સ્ક્રીન સંખ્યા 59 હજારની આસપાસ પહોંચી શકે છે. જોકે, આ આંકડો રિલીઝના અંતિમ સમયે બદલાઈ શકે છે. 59 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝની તૈયારી સેકનિલ્ક (Sacnilk)ના રિપોર્ટ અનુસાર, ‘રામાયણ’ના ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુટર સોની પિક્ચર્સની યોજના ભારત બહાર 50,000થી વધુ સ્ક્રીન્સ પર તેને મોટા પાયે રિલીઝ કરવાની છે. ઉપરાંત આ ફિલ્મ ભારતમાં અંદાજે 9,000 સ્ક્રીન્સ પર રિલીઝ થવાની અપેક્ષા છે. વિદેશી રિલીઝને ઉમેરીને, ‘રામાયણ’ વિશ્વભરમાં 59,000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ શકે છે, જે ભારતીય સિનેમા માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરશે. ‘પુષ્પા 2’ અને ‘RRR’ કરતાં અનેક ગણો મોટો છે રિલીઝનો પ્લાન જો નિર્ધારિત સ્ક્રીન કાઉન્ટ લાગુ થાય છે, તો ‘રામાયણ’ તાજેતરના મોટા ભારતીય બ્લોકબસ્ટર્સથી ઘણા આગળ નીકળી જશે. ‘પુષ્પા 2: ધ રૂલ’ લગભગ 12-13 હજાર અને ‘RRR’ લગભગ 10-11 હજાર સ્ક્રીન્સ પર દુનિયાભરમાં રિલીઝ થઈ હતી. ‘રામાયણ’નું પ્રસ્તાવિત ઇન્ટરનેશનલ રિલીઝ સ્કેલ હોલીવુડની મોટી ફિલ્મો સાથે પણ સરખામણી ખેંચી રહ્યું છે. ‘અવતાર: ધ વે ઓફ વોટર’નું રિલીઝ લગભગ 52 હજાર સ્ક્રીન્સ પર જણાવવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, ‘રામાયણ’નો સંભવિત સ્ક્રીન કાઉન્ટ તેને નવા સ્તરે પહોંચાડી શકે છે. 50 ભાષાઓમાં રિલીઝ થશે, AI લિપ-સિંકનો ઉપયોગ ફિલ્મ ‘રામાયણ’ને દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડવા માટે તેને 50 ભાષાઓમાં રિલીઝ કરી શકાય છે. આ માટે નમિત મલ્હોત્રાની DNEG દ્વારા તૈયાર કરવામાં આવેલી AI ટેકનિક ‘બ્રહ્મા AI’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇંગ્લિશ ટ્રેલરમાં આ જ ટેકનિકની ઝલક જોવા મળી છે, જેમાં કલાકારોના મૂળ અવાજને જાળવી રાખીને તેમના સંવાદોને લિપ-સિંક કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ ફિલ્મ 8 નવેમ્બરે ભારતમાં રિલીઝ થશે. જોકે, તેના બે દિવસ પહેલા 6 નવેમ્બરે વિદેશોમાં ભવ્ય સ્તરે રિલીઝ કરવામાં આવશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

