60 વર્ષના સલમાન ખાનનો જોરદાર ડાન્સ, VIDEO:'જીને કે હૈ ચાર દિન' પર એનર્જેટિક ડાન્સ મૂવ્સ જોઈને લોકોએ સિટીઓ વગાડી

Last Updated: August 12, 2026By

બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે પોતાની ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’ના આઇકોનિક ગીત ‘જીને કે હૈં ચાર દિન’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તેની આસપાસ હાજર લોકો તેના એનર્જેટિક પર્ફોર્મન્સ દરમિયાન ચીયર કરતા અને સીટીઓ વગાડતા સંભળાઈ રહ્યા છે. જોકે, હજુ સુધી વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. વીડિયોમાં સલમાન વાદળી રંગની ટી-શર્ટ સાથે ડેનિમ જીન્સ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેણે બ્રાઉન જેકેટ અને ફ્રેન્ચ સ્ટાઇલની હેટથી પોતાનો લુક પૂરો કર્યો છે. ડ્રગ સિન્ડિકેટ પર આધારિત ‘7 ડોગ્સ’માં જોવા મળશે સલમાન સલમાન ખાને તાજેતરમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય એક્શન થ્રિલર ફિલ્મ ‘7 ડોગ્સ’ 21 ઓગસ્ટે ભારતીય થિયેટરોમાં રિલીઝ થશે. આમાં સલમાન અને સંજય દત્ત કેમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન બિલાલ ફલ્લાહ અને આદિલ અલ અરબીએ કર્યું છે. આ ફિલ્મમાં ઇજિપ્તના સ્ટાર્સ કરીમ અબ્દુલ-અઝીઝ અને અહેમદ એઝ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં મિડલ ઇસ્ટના દેશોમાં રિલીઝ થઈ ચૂકી છે. સલમાન ‘બિગ બોસ 20’ને હોસ્ટ કરશે ઉપરાંત સલમાન ટીવી પર રિયાલિટી શો ‘બિગ બોસ 20’ના હોસ્ટ તરીકે વાપસી કરવાનો છે. આ શોનું પ્રીમિયર 6 સપ્ટેમ્બર, 2026ના રોજ કલર્સ ટીવી પર થશે અને તે જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. નવી સીઝનનો પ્રોમો પણ આવી ગયો છે. તે જ સમયે, સલમાન તેની ફિલ્મ ‘માતૃભૂમિ: મે રેસ્ટ ઇન પીસ’ માં જોવા મળશે. ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન અને ફેરફારોને કારણે તેની રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે. પહેલા તેને 2026 માં રિલીઝ કરવાની હતી, પરંતુ હવે તે 2027 સુધી ટળી શકે છે. સોહેલની પાર્ટીમાં સલમાન પહોંચ્યો હતો રિયાલિટી શો ‘અલાયન્સ’ પૂરો થયા પછી એક્ટર સોહેલ ખાને મુંબઈમાં એક સક્સેસ પાર્ટી રાખી. આ પાર્ટીમાં તેનો મોટો ભાઈ અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ઓલ બ્લેક લુકમાં અને માથા પર હેટ પહેરીને સ્વૅગવાળી સ્ટાઈલમાં પહોંચ્યો હતો. આંગળી ઊંચી કરીને પાપારાઝીને શાંત રહેવાનો ઈશારો કર્યો વીડિયોમાં સલમાન ખાન પોતાની કાર પાસે પાપારાઝીથી ઘેરાયેલો જોવા મળ્યો હતો. જ્યારે ફોટોગ્રાફર્સ તેનું નામ લઈને બૂમો પાડવા લાગ્યા, ત્યારે સલમાને તરત જ પોતાની આંગળી ઊંચી કરીને તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તેણે હાથના ઈશારાથી પાપારાઝીને સમજાવ્યું કે, રાત થઈ ગઈ છે અને આસપાસના વાતાવરણનું ધ્યાન રાખીને અવાજ ધીમો રાખે.