7400mAh બેટરી અને 24GB રેમ વાળો iQOO 15 Ultra ભારતમાં લોન્ચ નહીં થાય? નવી લીકમાં મોટો ખુલાસો
સ્માર્ટફોન માર્કેટમાં iQOO તેના પાવરફુલ ગેમિંગ ફોન્સ માટે જાણીતું છે, પરંતુ ભારતીય યુઝર્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરના લીક્સ મુજબ, કંપનીનો સૌથી પ્રતિક્ષિત સ્માર્ટફોન iQOO 15 Ultra ભારતમાં લોન્ચ કરવામાં આવશે નહીં. ચીનમાં ધૂમ મચાવ્યા બાદ એવી અપેક્ષા હતી કે તે ભારતમાં પણ આવશે, પરંતુ નવી રિપોર્ટ કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.
જાણીતા ટિપ્સ્ટર યોગેશ બ્રારના જણાવ્યા અનુસાર, Vivo ની સબ-બ્રાન્ડ iQOO હાલમાં આ અલ્ટ્રા મોડલને ભારતીય કે ગ્લોબલ માર્કેટમાં લાવવાની કોઈ યોજના ધરાવતી નથી. જોકે, કંપની ભારતીય ચાહકોને સાવ નિરાશ નહીં કરે. iQOO 15 Ultra ને બદલે કંપની iQOO 15R લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે થોડો વ્યાજબી (Affordable) હશે. એવી પણ શક્યતા છે કે ભવિષ્યમાં આ ફોનને અન્ય કોઈ નામ સાથે રીબ્રાન્ડ કરીને રજૂ કરવામાં આવે.
iQOO 15 Ultra ના દમદાર ફીચર્સ
જો આ ફોનના સ્પેસિફિકેશન્સ પર નજર કરીએ તો તે કોઈ પણ ગેમર માટે સપના સમાન છે:
ડિસ્પ્લે: 6.85 ઇંચની 2K AMOLED સ્ક્રીન, જેમાં 144Hz રિફ્રેશ રેટ અને 8000 નિટ્સની અત્યંત તેજસ્વી પીક બ્રાઇટનેસ મળે છે.
પ્રોસેસર અને પરફોર્મન્સ: આ ફોનમાં લેટેસ્ટ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર છે. તેની સાથે 24GB રેમ અને 1TB સુધીની વિશાળ સ્ટોરેજ ક્ષમતા આપવામાં આવી છે, જે મલ્ટીટાસ્કિંગને અત્યંત સ્મૂધ બનાવે છે.
બેટરી અને ચાર્જિંગ: આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 7400mAh ની શક્તિશાળી બેટરી છે, જે 100W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેમેરા: ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં ત્રણ 50MP કેમેરા (મેઈન, પેરિસ્કોપ ટેલિફોટો અને અલ્ટ્રા વાઈડ) આપેલા છે, જ્યારે સેલ્ફી માટે 32MP કેમેરા છે.
કિંમત
ચીનમાં આ ફોનની શરૂઆતની કિંમત CNY 5699 (આશરે ₹74,000) રાખવામાં આવી છે. જો આ ફીચર્સ સાથે ફોન ભારત આવ્યો હોત, તો તે પ્રીમિયમ સેગમેન્ટમાં મોટી હરીફાઈ આપી શક્યો હોત. હાલમાં ભારતીય યુઝર્સે iQOO ની આગામી સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
આ પણ વાંચોઃ Glowing skin: ત્વચાની ડ્રાયનેસને કહો અલવિદા, લગાવી લો કેળા અને મલાઈનો આ જાદુઈ ફેસ પેક
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

