8 State Ministers Fail to Secure BJP Wins in Their Home Turf | Gujarat News
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે અગાઉના તમામ રેકર્ડના ભૂક્કા બોલાવી પોતાનું સંખ્યાબળ વધારી ભવ્યાતિભવ્ય વિજયનો પરચમ લહેરાવી દોઢ વર્ષ પછી 2027ના અંતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ફરી એકવાર જીત પાક્કી કરી લીધી છે.આજે કમલમ ખાતે ભાજપની બેઠક મળશે જેમાં જીતનું વિશ્લેષણ કરવામાં આવશે. આ જીતની ખુશીની બીજી બાજુએ રાજ્ય સરકારના આઠ મંત્રીઓ પોતાના ઘર આંગણે ભાજપને જીતાડવામાં નિષ્ફળ ગયાં છે.
સરકારના આઠ મંત્રીઓ ભાજપને જીતાડી ના શક્યા
ગુજરાતમાં સરકારના આઠ મંત્રીઓ ઘર આંગણે જ ભાજપને જીતાડી ના શક્યા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાના ગામમાં કોંગ્રેસનો વિજય થયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના બગદાણામાં કોંગ્રેસનો વિજય થયો છે. વનમંત્રી અર્જૂન મોઢવાડિયાના ગામમાં AAPની જીત થઈ છે. મંત્રી પી.સી.બરંડાની ભિલોડા-મેઘરજ બેઠક પર ભાજપની હાર થઈ છે. મંત્રી ત્રિકમ છાંગાના ગામ કચ્છના રતનાલમાં કોંગ્રેસનો વિજયી પ્રારંભ થયો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરની સુઈગામ બેઠક પર અપક્ષની જીત થઈ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

