Middle Eastમાં તણાવ વચ્ચે Appleનો મોટો નિર્ણય, દુબઈ અને અબુ ધાબીના પાંચ સ્ટોર કરાયા બંધ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તીવ્ર રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને, અમેરિકન ટેક કંપની Apple એ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં તેની તમામ કોર્પોરેટ ઓફિસો અને પાંચ પ્રમુખ રિટેલ સ્ટોર્સને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રવર્તમાન અસુરક્ષિત વાતાવરણ અને કર્મચારીઓની સુરક્ષા હોવાનું મનાય છે.
બપોરે 3 વાગ્યાથી તમામ સ્ટોર્સ બંધ કરી દેવામાં આવ્યા
એપલે આ મહત્વપૂર્ણ નિર્ણય સપ્તાહના અંતે લીધો હતો. 28 ફેબ્રુઆરી, બપોરે 3 વાગ્યાથી તમામ સ્ટોર્સ બંધ કરી દેવામાં આવ્યા છે. કંપનીએ તેના કર્મચારીઓને ઓફિસ કે સ્ટોર પર ન આવવાની કડક સલાહ આપી છે. હાલમાં આ પ્રતિબંધ 1 માર્ચથી 3 માર્ચ (મંગળવાર) સુધી લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતા આ સમયમર્યાદા લંબાવવામાં આવી શકે છે.
સુરક્ષા એડવાઈઝરી બાદ પગલું લેવાયું
મીડિયાના રિપોર્ટ અનુસાર અહેવાલ અનુસાર, UAE ના માનવ સંસાધન અને અમીરાત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સુરક્ષા એડવાઈઝરી બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મંત્રાલયે ખાનગી ક્ષેત્રની કંપનીઓને વિનંતી કરી છે કે તેઓ ખુલ્લી જગ્યાઓમાં કર્મચારીઓની હાજરી ઘટાડે અને ‘વર્ક ફ્રોમ હોમ’ (Work from Home) વ્યવસ્થા અપનાવે. માત્ર અત્યંત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ શારીરિક હાજરી આપવાની મંજૂરી અપાઈ છે.
કયા લોકેશનને અસર થઈ?
એપલે UAE ના સૌથી વ્યસ્ત અને પ્રતિષ્ઠિત વિસ્તારોમાં તેના કામકાજ બંધ કર્યા છે.
અબુ ધાબી: અલ મર્યાહ આઇલેન્ડ અને યાસ મોલ સ્થિત સ્ટોર્સ.
દુબઈ: પ્રખ્યાત દુબઈ મોલ અને મોલ ઓફ ધ અમીરાત સ્થિત એપલ સ્ટોર્સ.
અલ આઈન: અલ જીમી મોલનો એપલ સ્ટોર.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

