Grok AI Controversy: UK સરકારે લીધા કડક પગલા, તો Elon Muskએ કહ્યુ Grok બોલે છે માત્ર સત્ય

Last Updated: March 9, 2026By

X પ્લેટફોર્મ પર ચેટબોટે આપત્તિજનક જાતિવાદ અને અભદ્ર જવાબ આપ્યા છે.

પ્રાઇવસી પર પ્રશ્નાર્થ

Grok AI ચેટબોટ મામલે ફરી વિવાદ સર્જાયો છે. અહીં અભદ્ર અને વિવાદીત ટિપ્પણીઓ સામે આવી છે. જે બાદ યુકે સરકારે તેની કડક શબ્દોમાં નિંદા કરી હતી. અને સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતુ કે, કે નિયમોનું ચુસ્તપણે પાલન થવુ જોઇએ. યુકે સરકારે તેને બેજવાબદાર ઠેરવ્યુ છે. આ ઘટનાએ ફરી એકવાર AI ટૂલ્સની સુરક્ષા અને કન્ટેન્ટ પર ગંભીર પ્રશ્ન ઉભા કર્યા છે.

Grok AIના જવાબ બાદ હોબાળો

X પ્લેટફોર્મ પર કેટલાક યુઝર્સે Grok AI પાસે અત્યંત અભદ્ર અને વિવાદીત કમેન્ટ જનરેટ કરવા કહ્યુ હતુ. તેના જવાબમાં Grok AI ચેટબોટે કહ્યુ હતુ કે, કેટલાક ધર્મોમાં અને ઐતિહાસિક ઘટનાઓ સાથે જોડાયેલા સંવેદનશીલ વિષયોને નિશાન બનાવ્યા હતા. પ્રતિક્રિયામાં ધર્મ સાથે જોડાયેલા અપમાનજનક ટિપ્પણીઓ પણ સામેલ હતી. કમેન્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ટીકાઓ શરુ થઇ હતી. અને સાથે જ એઆઇ નિયંત્રણ પર સવાલ ઉઠ્યા હતા.

બ્રિટન સરકારની કડક પ્રતિક્રિયા

આ વિવાદ મામલે યુકે સરકારે લાલ આંખ કરી છે. તેઓએ કહ્યુ છે કે, આ મામલે વહેલી તકે પગલા લેવામાં આવે. સરકારે નારાજગી જાહેર કરતા આ પોસ્ટને ધૃણિત અને બેજવાબદાર ગણાવ્યુ છે. આ પ્રકારનું કન્ટેન્ટ સાર્વજનિક શાલીનતા અને બ્રિટિશ મુલ્યોના વિરુદ્ધ છે. સરકારે વધુમાં કહ્યુ હતુ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મે દેશનું Online Safety Actનું પાલન કરવું પડશે. આ કાયદા હેઠળ કંપનીઓને હાનિકારક અને વિવાદીત કન્ટેન્ટ રોકવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

 

પોસ્ટ હટાવ્યા બાદ પણ ચર્ચા યથાવત્

Grok AIએ પ્રસિદ્ધ ફૂટબોલ આફત મામલે પણ સંવેદનશીલ ટિપ્પણીઓ કરી હતી. હિલ્સબરોની ઘટનામાં માર્યા ગયેલા 97 લિવરપૂલ સમર્થકોના મોત મામલે પણ ટિપ્પણી કરી હતી. તો આ તરફ, વિવાદ વધ્યા બાદ X પ્લેટફોર્મ પરથી વિવાદીત ટિપ્પણીઓ દૂર કરવામાં આવી હતી. તેમ છતાં તેના પર ચર્ચાઓ યથાવત્ હતી. આ ઘટના બાદ એઆઇના નિયંત્રણ પર સવાલ ઉભા થયા છે. અલેન મસ્કે પ્રતિક્રિયા આપી છે કે, માત્ર Grok જ સત્ય બોલે છે. અને સત્ય બોલનાર એઆઇ જ સુરક્ષિત છે. તેમની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરુ થઇ છે.

આ પણ વાંચોઃ  નેપાળ ચૂંટણીના પરિણામો ભારત પર કેવી કરશે અસર?, જાણો