Ajay Devgn Devgn Cinex Luxury Multiplex Launch Thane; India First Buttkicker Motion Seats
22 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અજય દેવગનની મલ્ટિપ્લેક્સ ચેઇન ‘દેવગન સિનેક્સ’એ મહારાષ્ટ્રના થાણેના ઘોડબંદર રોડ પર પોતાનું નવું સિનેમાઘર લોન્ચ કર્યું છે. હીરાનંદાની એસ્ટેટના ધ વોકમાં સ્થિત આ મલ્ટિપ્લેક્સમાં 5 લક્ઝરી સ્ક્રીન અને 953 દર્શકોની બેસવાની ક્ષમતા છે.
આ થિયેટર આવતીકાલે એટલે કે 19 માર્ચે આ સિઝનની સૌથી મોટી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ના રિલીઝ સાથે સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાશે.

‘દેવગન સિનેક્સ’માં દેશની પ્રથમ ‘બટકિકર’ મોશન સીટ્સ લગાવવામાં આવી છે.
ભારતમાં પ્રથમ વખત ‘બટકિકર’ મોશન સીટ્સ
આ મલ્ટિપ્લેક્સની સૌથી મોટી ખાસિયત અહીંની ટેકનોલોજી છે. દેશમાં પ્રથમ વખત કોઈ થિયેટરમાં ‘બટકિકર’ મોશન સીટ્સ લગાવવામાં આવી છે. આ ટેકનિક પડદા પર ચાલી રહેલા એક્શન પ્રમાણે સીટમાં વાઇબ્રેશન (કંપન) પેદા કરે છે.
આનાથી દર્શકોને એવું લાગશે કે, જાણે તેઓ પોતે ફિલ્મના એક્શનનો ભાગ છે. આ ઉપરાંત, અહીં ‘અમોર’ નામનું એક ખાસ ઓડિટોરિયમ પણ છે, જેમાં બધી સીટો લક્ઝરી રિક્લાઈનર છે.

અજય દેવગણે કહ્યું- ‘આ ફિલ્મ જોવાનો અનુભવ બદલશે’
પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે અજય દેવગણે કહ્યું, ‘મારા માટે સિનેમા હંમેશા મોટા પડદા પર વાર્તાને ખુલતી જોવાનો અનુભવ રહ્યો છે. ‘દેવગન સિનેક્સ’ દ્વારા અમારો ઉદ્દેશ્ય એક એવો થિયેટર અનુભવ આપવાનો છે, જ્યાં શ્રેષ્ઠ ટેકનોલોજી અને આરામ મળીને ફિલ્મ જોવાની રીતને વધુ સારી બનાવી શકે.’
19 શહેરોમાં ફેલાયેલું છે ‘દેવગન સિનેક્સ’નું નેટવર્ક
અજય દેવગણે પોતાની આ સિનેમા ચેઇનની શરૂઆત ‘NY સિનેમાઝ’ નામથી કરી હતી, જેને હવે ‘દેવગણ સિનેક્સ’ તરીકે નવી ઓળખ આપવામાં આવી છે. હાલમાં આ બ્રાન્ડ દેશના 19 શહેરોમાં 57 સ્ક્રીન ઓપરેટ કરી રહી છે.
તેમાં મુંબઈ, ગુરુગ્રામ, અમદાવાદ, ગાંધીનગર, ગુવાહાટી, ગાઝિયાબાદ અને કાનપુર જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. થાણેનું આ નવું સિનેમાઘર આ ચેઇનનું લેટેસ્ટ અને સૌથી એડવાન્સ વર્ઝન છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


