Social Media X Down Globally; 14,000+ Complaints from USA

Last Updated: March 18, 2026By

  • Gujarati News
  • Business
  • Social Media X Down Globally; 14,000+ Complaints From USA | Users Face Access Issues

નવી દિલ્હી8 કલાક પેહલા

  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની સેવા વિશ્વભરમાં ઠપ થઈ ગઈ છે. ડાઉનડિટેક્ટર અનુસાર, ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં યુઝર્સને એપ અને ડેસ્કટોપ બંને વર્ઝનમાં એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ ‘ડાઉનડિટેક્ટર’ અનુસાર, યુઝર્સ ન તો નવી પોસ્ટ જોઈ શકે છે અને ન તો પ્લેટફોર્મ પર શેર કરેલી લિંક્સ લોડ થઈ રહી છે. એટલું જ નહીં, ટાઈમલાઈન પણ રિફ્રેશ થઈ રહી નથી.

અમેરિકામાં સૌથી વધુ 29,000થી વધુ યુઝર્સ પ્રભાવિત

અમેરિકામાં થોડી જ મિનિટોમાં 29,000થી વધુ યુઝર્સે સેવા ઠપ થવાની જાણ કરી. આ ઉપરાંત, બ્રિટન, ફ્રાન્સ અને અન્ય દેશોમાં પણ ડાઉન થવાની ફરિયાદો આવી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, પ્લેટફોર્મના કોર સર્વર અથવા ગ્લોબલ સર્વિસમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે આ બન્યું છે. જોકે, કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

મોબાઇલ એપ પર દેખાઈ રહ્યો છે ‘કેન નોટ રિટ્રીવ પોસ્ટ’ નો મેસેજ

Xના મોબાઇલ એપનો ઉપયોગ કરતા યુઝર્સને સૌથી વધુ પરેશાની થઈ રહી છે. એપ ઓપન કરવા પર સ્ક્રીન પર એક મેસેજ આવી રહ્યો છે- “કેન નોટ રિટ્રીવ પોસ્ટ્સ એટ ધિસ ટાઇમ”

ખાસ વાત એ છે કે આ દરમિયાન યુઝર્સને નોટિફિકેશન તો મળી રહ્યા છે, જેનાથી ખબર પડે છે કે બેકગ્રાઉન્ડમાં એક્ટિવિટી થઈ રહી છે, પરંતુ તેઓ તે પોસ્ટ્સ કે મેસેજને એક્સેસ કરી શકતા નથી.

ભારતમાં 4,500થી વધુ લોકોએ ફરિયાદ કરી

ભારતમાં રાત્રે લગભગ 8:17 વાગ્યાથી યુઝર્સે પ્લેટફોર્મમાં ખામીની ફરિયાદ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લગભગ 1,200 લોકોએ રિપોર્ટ કર્યો, પરંતુ માત્ર 15 મિનિટની અંદર એટલે કે 8:30 વાગ્યા સુધીમાં આ સંખ્યા વધીને 4,500ને પાર પહોંચી ગઈ.

મોટાભાગના યુઝર્સનું કહેવું છે કે તેઓ વારંવાર સ્ક્રીનને નીચે ખેંચીને (પુલ ટુ રિફ્રેશ) અપડેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સ્ક્રીન ખાલી આવી રહી છે અથવા ફક્ત લોડ થઈ રહી છે.

Xના ત્રણ આઉટેજ

  • 18 નવેમ્બર 2025, સાંજે લગભગ 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી X ની સેવાઓ ડાઉન રહી હતી. ભારત સહિત દુનિયાભરના યુઝર્સને લોગિન, સાઇનઅપ, પોસ્ટ કરવા અને જોવા ઉપરાંત પ્રીમિયમ સેવાઓ સહિતની મુખ્ય સુવિધાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી.
  • 26 એપ્રિલ 2024, બપોરે લગભગ 1.15 વાગ્યાથી X ડાઉન થઈ ગયું હતું. ડાઉન ડિટેક્ટર પર 145 લોકોએ Xનો ઉપયોગ કરવામાં મુશ્કેલીની જાણ કરી હતી. યુઝર્સને વેબ અને એપ બંને પર તેના ઉપયોગમાં મુશ્કેલી આવી રહી હતી.
  • 21 ડિસેમ્બર 2023, Xની સેવા ડાઉન થઈ ગઈ હતી. ભારત સહિત દુનિયાભરના યુઝર્સને ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યાથી X ને એક્સેસ કરવામાં સમસ્યા થઈ રહી હતી. યુઝર્સને પોસ્ટની જગ્યાએ એક મેસેજ દેખાઈ રહ્યો હતો, જેમાં લખ્યું હતું ‘વેલકમ ટુ X.’