Ajit Agarkar Seeks 2027 World Cup Tenure
સ્પોર્ટ્સ ડેસ્ક30 મિનિટ પેહલા
- કૉપી લિંક
અગરકરના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા 2024 અને આ વર્ષે T20 વર્લ્ડ કપ તેમજ ગયા વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પોતાના કોન્ટ્રાક્ટને 2027 વન-ડે વર્લ્ડ કપ સુધી લંબાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી એક્સટેન્શન માગ્યું છે.
અગરકરનો વર્તમાન કાર્યકાળ પહેલાથી જ લંબાવવામાં આવ્યો છે. 2025 IPL પહેલા BCCIએ તેમનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે વધારીને જૂન 2026 સુધીનો કરી દીધો હતો. પૂર્વ ઝડપી બોલર અગરકરને જુલાઈ 2023માં ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
અગરકરના કાર્યકાળમાં ભારતે ત્રણ ખિતાબ જીત્યા અગરકરના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ અને ગયા વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયા 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચી હતી. જ્યાં તેને ઓસ્ટ્રેલિયાના હાથે હાર મળી હતી. આ ઉપરાંત ટીમે તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ટાઇટલ પણ ડિફેન્ડ કર્યો.

BCCIની મંજૂરીની રાહ રિપોર્ટ અનુસાર, આ મુદ્દે પહેલાથી જ ચર્ચા થઈ ચૂકી છે. હવે જોવાનું એ છે કે શું BCCI અગરકરની વિનંતીને મંજૂરી આપે છે કે નહીં. જોકે હાલમાં, બોર્ડ પાસે આ પદ માટે કોઈ મજબૂત વિકલ્પ નથી. ભારતીય ટીમ માટે આગામી પડકાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપ છે.
IPL 2025 પહેલા કરાર રિન્યુ કરવામાં આવ્યો હતો ગયા વર્ષે એક રિપોર્ટ આવ્યો હતો તે મુજબ, અગરકરનો કરાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા રિન્યુ કરવામાં આવ્યો હતો. એક BCCI અધિકારીએ જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં ભારતીય ટીમે ખિતાબ જીત્યા અને બદલાવ (ટેસ્ટ અને T20માં) પણ જોયો. BCCIએ તેમનો કરાર જૂન 2026 સુધી લંબાવ્યો હતો અને તેમણે કેટલાક મહિના પહેલા આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.
349 આંતરરાષ્ટ્રીય વિકેટ લઈ ચૂક્યા છે અગરકર કારકિર્દીમાં 349 આંતરરાષ્ટ્રીય વિકેટ લઈ ચૂક્યા છે. તેમણે ટેસ્ટમાં 58, વન-ડેમાં 288 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 3 વિકેટ લીધી છે. જુઓ તેમના 3 રેકોર્ડ્સ…
- T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહ્યા: અજીત અગરકર 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યા હતા. તેમણે ટુર્નામેન્ટની 2 મેચમાં 15 રન બનાવવાની સાથે એક વિકેટ પણ લીધી હતી. સાઉથ આફ્રિકામાં યોજાયેલી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.
- વન-ડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય: અજીત અગરકર વન-ડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટર છે. તેમણે વર્ષ 2000માં ઝિમ્બાબ્વે સામે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી.
- સૌથી ઝડપી 50 વિકેટ લીધી: અગરકરે ભારત માટે વન-ડેમાં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરી છે. તેમણે 23 મેચમાં આ કારનામું કર્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


