Food Safety: શું માત્ર પાણીથી દ્રાક્ષ ધોવી પુરતુ છે? અપનાવો આ રીત, દ્વાક્ષ થઇ જશે જંતુરહિત
ઉનાળાની ઋતુમાં કેરી દ્રાક્ષ, ટેટી, તરબૂચ વગેરે ફળો આવે છે. પરંતુ કોઇ પણ ફળ કે શાકભાજી ખાતા પહેલા તેને વ્યવસ્થિત રીતે ધોવા આવશ્યક છે.કારણ કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલો હોવાથી સીધુ જ ખાવુ આરોગ્ય જોખમમાં મૂકી શકે છે. ત્યારે આપણે દ્રાક્ષ ખાતા પહેલા શું ધ્યાન રાખવું તે વિશે જાણીએ.
દ્વાક્ષને કેવી રીતે ધોવી ?
- FSSAI તેના ‘પિંક બુક’ માં સૂચવે છે કે વહેતા પાણીથી ફળોને ધોવા પૂરતા નથી. પરંતુ તેને સેનેટાઇઝ કરવાની ચોક્કસ પ્રક્રિયા છે. કારણ કે દ્રાક્ષ પર વપરાતા ઘણા જંતુનાશકોમાં ઓઇલ અને મીણ હોય છે. આ પદાર્થો ફક્ત પાણીથી ધોવાતા નથી પરંતુ તે ફળની સપાટી પર ચોંટી જાય છે. જોકે, ગભરાવાની જરૂર નથી, કારણ કે ઘણી વૈજ્ઞાનિક છતાં સરળ પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરીને તમે તમારા ફળોને 90% સુધી રસાયણ મુક્ત બનાવી શકો છો
- સૌથી પહેલા તો દ્રાક્ષને વહેતા પાણીમાં ધોવો. તેને હાથ વડે પણ ધોવો જેથી તેની પરથી ધૂળ અને માટી તથા કેમિકલ નીકળી જાય.
- હવે કીટનાશકને હટાવવા માટે બેકિંગ સોડાના પાણીમાં પલાળી રાખો. મોટા વાસણમાં એક ચમચી સોડા ભેળવીને 15 મિનિટ સુધી દ્રાક્ષને રાખો. હવે હલકા હાથે દ્રાક્ષને સાફ કરો અને ચોખ્ખા પાણીથી ધોઇ લો.
- તમે વિનેગરથી પણ દ્રાક્ષ ધોઇ શકો છે. તે માત્ર કિટનાશકોને નાશ નહીં કરે પરંતુ બેક્ટેરિયા અને ફંગસને પણ નાશ કરશે. 3 ભાગમાં પાણી અને એક ભાગમાં સફેદ વિનેગર મેળવીને તેમાં દ્રાક્ષ 10 મિનિટ સુધી રાખી મૂકો.
- ત્યારબાદ હવે દ્રાક્ષને ચોખ્ખા પાણીમાં હલકા હાથે ઘસીને ધોઇ લો. સાફ કપડુ કે પેપર ટોવલ પર સુકવવા મુકી દો. આ રીતે દ્રાક્ષને સાફ કરો તો બેક્ટેરિયા અને જંતુનાશક દવાઓ નીકળી જાય છે.
- દ્રાક્ષ સાફ કર્યા પછી, તેને યોગ્ય રીતે સંગ્રહિત કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તમે ઇચ્છો છો કે દ્રાક્ષ બે થી ત્રણ દિવસ સુધી તાજી રહે, તો તેને રેફ્રિજરેટરમાં હવાની અવરજવરવાળા કન્ટેનરમાં રાખો. ભીની દ્રાક્ષને લાંબા સમય સુધી રાખવાનું ટાળો, કારણ કે આનાથી બેક્ટેરિયાનો વિકાસ થઈ શકે છે. તમે જેટલી દ્રાક્ષ ખાવાનો ઇરાદો ધરાવો છો તેટલી જ દ્રાક્ષ ધોઈને તેનું સેવન કરવું શ્રેષ્ઠ છે.
ડિસ્ક્લેમર: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે; બજારમાંથી ખરીદેલા ફળો અને શાકભાજી ખાતા પહેલા તેને યોગ્ય રીતે સાફ કરવા જરૂરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

