ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શોર્ટ કવરિંગ દ્વારા શેરબજારનું જોખમી તબક્કામાં ટ્રેડિંગ:શુક્રવારની સેશન ક્લાસિક “રીલીફ રેલી” તરીકે જોવા મળી
શુક્રવારે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારે તાજેતરના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારે ગઈકાલની ભારે મંદી બાદ જોરદાર બુલિશ રિવર્સલ નોંધાવ્યો હતો. બજાર ગેપ-અપ સાથે ખુલ્યું અને શરૂઆતથી જ ખરીદદારોનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન સૂચકાંકોમાં સતત ઊંચા સ્તરે ટ્રેડિંગ જોવા મળ્યું અને અંતે બજાર મજબૂત વધારા સાથે બંધ થયું હતું.આ તેજી માત્ર થોડા લાર્જકેપ સ્ટોક્સમાં મર્યાદિત નહોતી પરંતુ મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ વ્યાપક રીતે જોવા મળી હતી. રોકાણકારોમાં ફરી વિશ્વાસ પાછો આવતાં બજારમાં “જોખમ-આધારિત” ઉભું થયું હતું. ગઈકાલની પેનિક સેલિંગ બાદ આજનું સેશન એક ક્લાસિક “રીલીફ રેલી” તરીકે જોવા મળ્યું હતું.બજારની શરૂઆત વૈશ્વિક બજારોમાં સ્થિરતા અને એશિયન સૂચકાંકોમાં સુધારાને કારણે ગેપ-અપ સાથે થઈ હતી. શરૂઆતના કલાકોમાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં મજબૂત ખરીદી જોવા મળતા સૂચકાંકો ઝડપથી ઉપર વધ્યા હતા.મધ્ય સેશન દરમિયાન થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, પરંતુ બજાર તેની અસરથી ઝડપથી બહાર આવી ગયું હતું. દરેક ડિપ પર ખરીદદારો સક્રિય થતા જોવા મળ્યા હતા, જે મજબૂત સેન્ટિમેન્ટ દર્શાવે છે.દિવસના અંતિમ કલાકોમાં શોર્ટ કવરિંગ અને સંસ્થાગત ખરીદી વધતા બજાર દિવસના ઉચ્ચ સ્તર નજીક બંધ થયું હતું, જે બજારમાં મજબૂત બુલિશ મોમેન્ટમ દર્શાવે છે. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 74207 સામે 74559 પોઈન્ટના મથાળેથી ખુલીને 74385 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ 901 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 325 પોઈન્ટના ઉછાળા સાથે 74532 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23054 સામે 23180 પોઈન્ટના મથાળેથી ખુલીને 23025 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ 309 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 91 પોઈન્ટના ઉછાળા સાથે 23146 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! આજની તેજીના મુખ્ય કારણો : વેલ્યુ બાયિંગ: ગઈકાલના કડાકા બાદ બ્લુ-ચિપ સ્ટોક્સ આકર્ષક ભાવે ઉપલબ્ધ થતા ફંડોની ખરીદી. શોર્ટ કવરિંગ: મંદીવાળાઓએ પોતાની પોઝિશન સ્ક્વેર-ઓફ કરતા બજારને વેગ મળ્યો. ક્રૂડમાં સ્થિરતા: જીઓ-પોલિટિકલ તણાવમાં મર્યાદિત શાંતિના સંકેતોથી ઓઈલના ભાવ સ્થિર થયા. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII): સ્થાનિક ફંડો દ્વારા સતત ટેકો અને મજબૂત ખરીદી. માર્કેટ બ્રેડ્થ : આજના સેશનમાં માર્કેટ બ્રેડ્થ સ્પષ્ટપણે પોઝિટિવ રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સારી તેજી નોંધાતા રિટેલ રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફર્યો છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… તા. 20.03.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23146 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23404 પોઈન્ટના પ્રથમ અને 23474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23008 પોઈન્ટ થી 22979 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 22880 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ એચસીએલ ટેકનોલોજી ( 1333 ) :- રૂ.1303 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1290 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1347 થી રૂ.1350 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! આઈસીઆઈસીઆઈ બેંક ( 1250 ) :- રૂ.1233 નો પ્રથમ તેમજ રૂ.1217 બીજા સપોર્ટથી રૂ.1263 થી રૂ.1270 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! ઈન્ડસ ટાવર્સ ( 437 ) :- હાલનો ભાવ રૂ.424 આસપાસ. રૂ.416 ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.454 થી રૂ.460 નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.467 ઉપર તેજી તરફી ધ્યાન…!!! મોઈલ લિ. ( 295 ) :- રૂ.283 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.275 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.308 થી રૂ.317 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ ( 217 ) :- રૂ.203 નો પ્રથમ તેમજ રૂ.197 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે રૂ.228 થી રૂ.234 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
