ફેશન કા હૈ યે જલવા…!:લેક્મે ફેશન વીકના ત્રીજા દિવસે દિશા પટાની બની શોસ્ટોપર, તમન્ના ભાટિયા-ખુશી કપૂરના ગ્લેમરથી રેમ્પની 'હોટનેસ' વધી; જુઓ તસવીરો

Last Updated: March 22, 2026By

મુંબઈમાં શનિવારે લેક્મે ફેશન વીકના ત્રીજા દિવસે દિશા પટાની, તમન્ના ભાટિયા, શનાયા કપૂર અને ખુશી કપૂરે અલગ-અલગ ડિઝાઇનરો માટે ‘શોસ્ટોપર’ તરીકે રેમ્પ વોક કર્યું. દિશાએ બ્લેક આઉટફિટ સાથે સ્ટેટમેન્ટ દુપટ્ટા અને બ્લાઉઝ પહેર્યા હતા. તેણે વાળને બનમાં સ્ટાઇલ કર્યા હતા, જેમાં કેટલીક લટો ખુલ્લી રાખી હતી. જ્વેલરીમાં ડાયમંડ નેકલેસ સાથે એમરાલ્ડ પેન્ડન્ટ પહેર્યું હતું. જ્યારે, ખુશી કપૂરે પણ ત્રીજા દિવસે રેમ્પ વોક કર્યું. તેમણે ફ્લોરલ એમ્બેલિશ્ડ ક્રોપ ટોપ સાથે મેચિંગ લહેંગો પહેર્યો હતો અને કલેક્શનના રંગ, પેટર્ન અને ડિટેલિંગની પ્રશંસા કરી. શોનું સમાપન એક્ટ્રેસ માલવિકા મોહનન દ્વારા કરવામાં આવ્યું. તેણે ઓલ-વ્હાઇટ લુકમાં ક્રોપ્ડ જેકેટ, વ્હાઇટ શર્ટ અને અસમમેટ્રિક સ્કર્ટ પહેરીને રેમ્પ વોક કર્યું. જુઓ શોની તસવીરો-
લેક્મે ફેશન વીક ભારતની એક મુખ્ય ફેશન ઇવેન્ટ છે, જેને લેક્મે અને RISE વર્લ્ડવાઇડ સાથે મળીને આયોજિત કરે છે. હવે તે ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (FDCI) સાથે ભાગીદારીમાં થાય છે. આ મંચ ભારતીય ડિઝાઇનરોને તેના નવા કલેક્શન બતાવવા અને વૈશ્વિક ઓળખ બનાવવાની તક આપે છે. આ ઇવેન્ટ વર્ષમાં બે વાર થાય છે. માર્ચમાં સમર-રિસોર્ટ અથવા ફોલ-વિન્ટર કલેક્શન અને ઓક્ટોબરમાં વિન્ટર-ફેસ્ટિવ કલેક્શન રજૂ કરવામાં આવે છે. તેનું આયોજન મુખ્યત્વે મુંબઈમાં થાય છે. 2026ની માર્ચ એડિશન 19 થી 22 માર્ચ સુધી જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવી હતી.