technology: સેલ્ફી મિરર સાથેનો ભારતનો પહેલો સ્માર્ટફોન, Realme 16 2 એપ્રિલે કરશે લોન્ચ

Last Updated: March 29, 2026By

16 5Gને લઈને કંપનીએ દાવો કર્યો છે કે આ ભારતનો સૌથી પહેલો સેલ્ફી મિરર ફોન છે. તેમાં બેક પેનલ પર કેમેરા સેન્સરની નજીક એક રિફ્લેક્ટિવ મિરર છે,જેથી યુઝર્સ પાછળના કેમેરા સેટઅપનો ઉપયોગ કરીને સેલ્ફી લઈ શકશે.. રીઅલમીએ ઇન્ડિયાના પોર્ટલે પર આવનાર હેન્ડસેટ વિશે કેટલીક વિગતો શેર કરી છે, જેમાં તેનો કેમેરા, ડિઝાઇન, ડિસ્પ્લે અને આઈપી રેટિંગ અંગેની જાણકારી પણ આપી છે.

Realme 16નું ડિસ્પ્લે

Realme 16માં 6.57-ઇંચની ડિસ્પ્લે છે. અને તેનું વજન 183 ગ્રામ છે.તેની જાડાઈ 8.1 mm છે.કંપની આ હેન્ડસેટને બે કલરમાં ઓફર કરી રહી છે: જેનું નામ છે એયર વ્હાઇટ અને એક છે એયર બ્લેક કલર.

Realme 16 બેટરી અને ફાસ્ટ ચાર્જર

Realme 16માં 7000mAhની બેટરી હશે અને તેની સાથે 60Wનું ફાસ્ટ ચાર્જર આવશે. સત્તાવાર વેબસાઇટ પર આપેલી વિગતોમાં ત્રણ વર્ષના એન્ડ્રોઈડ ઓએસ અપડેટ્સ અને ચાર વર્ષ માટે એન્ડ્રોઈડ સુરક્ષા અપડેટ્સની આફી છે માહિતી

Realme 16 નું કેમેરા સેટઅપ

 Realme 16માં હોરિઝોન્ટલ કેમેરા એલાયમેન્ટ આપવામાં આવ્યું છે.જે મહદઅંશે Google Pixel 10 સીરીઝ જેવું છે.આ Realmeના આ હેન્ડસેટમાં 50MPનું કેમેરા સેન્સર છે, જેની સાથે ગોળાકાર LED ફ્લેશ લાઇટ છે. જો કે, અન્ય કેમેરા સેન્સર વિશેની વિગતો આપવામાં નથી આવી, અને સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરા પણ ઉપલબ્ધ છે.તેવી આપી છએ માહિતી.
શુંછે સેલ્ફી મિરરનું ફિચર્સ ?
પાછળના પેનલ પર કેમેરાની નજીક એક રિફ્લેક્ટિવ સર્ક્યુલર સરફેસ આપવામાં આવ્યું છે,જેનું કંપનીએ સેલ્ફી મિરર નામ આપ્યું છે.જેની મદદથી યુઝર્સ પાછળના કેમેરા સાથે ઉચ્ચ ગુણવત્તાવાળી સેલ્ફી ક્લિક કરી શકશે.