જો તમે આઈફોન ખરીદવા માંગતા હોવ અને કિંમત ઓછી થવાની રાહ જોઈ રહ્યા હોવ તો એકદમ યોગ્ય તક આવી ગઈ છે. આજે અમે તમારા માટે એક એવી સેલની માહિતી લાવ્યા છીએ, જેમાં તમને 40,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં નવો આઈફોન મળી જશે. ખરેખર, ક્રોમા પર ‘એવરીથિંગ એપલ’ સેલની શરૂઆત થઈ ચૂકી છે. 3 એપ્રિલથી લાઈવ થયેલા આ સેલમાં iPhone 15ને 40,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.
iPhone 15 Discount Offer/ પહેલા જાણો સ્પેસિફિકેશન્સ
2023માં લોન્ચ થયેલા iPhone 15માં 6.1 ઇંચની ડિસ્પ્લે મળે છે. આ ફોન એપલના A16 Bionic પ્રોસેસરથી સજ્જ છે અને તે 6GB રેમ સાથે આવે છે. તેના રિયરમાં 48MP+12MPનો ડ્યુઅલ કેમેરા સેટઅપ અને ફ્રન્ટમાં 12MPનો લેન્સ મળે છે. ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તેને IP68 રેટિંગ મળેલું છે. iOS 17 પર આધારિત આ ફોન iOS 26 અપડેટ માટે પણ પાત્ર છે અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
iPhone 15 Discount Offer
મોટાભાગની ઈ-કોમર્સ વેબસાઈટ પર iPhone 15 અત્યારે 59,900 રૂપિયામાં લિસ્ટ થયેલો છે. ક્રોમાની વાત કરીએ તો, ત્યાં આ ફોન 58,490 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રાહકને 1,000 રૂપિયાનું બેંક કેશબેક અને 1,500 રૂપિયાનું કૂપન મળશે, ત્યારબાદ તેની કિંમત ઘટીને 55,990 રૂપિયા થઈ જશે. ક્રોમા જૂના ફોનના બદલામાં 12,000 રૂપિયાની Exchange Value અને 4,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહ્યું છે. આ તમામ ઓફર્સને મેળવીએ તો iPhone 15ની કિંમત ઘટીને માત્ર 39,990 રૂપિયા રહી જાય છે.
iPhone 15 અત્યારે ખરીદવાના ફાયદા
- આ આઈફોનમાં iPhone 16 જેવી જ 6.1 ઇંચની Super Retina XDR ડિસ્પ્લે મળી રહી છે.
- તેમાં iPhone 16 જેવો જ રિયર કેમેરા સેટઅપ મળે છે, જે શાનદાર પરફોર્મન્સ માટે જાણીતો છે.
- iPhone 16 અને iPhone 15ની બેટરીમાં પણ ખાસ મોટો તફાવત નથી.
- હવે ડિસ્કાઉન્ટને કારણે તેની કિંમત એકદમ ઓછી થઈ ગઈ છે અને તે iPhone 16ની સરખામણીમાં બેસ્ટ ઓપ્શન બની ગયો છે.
Samsung Galaxy S25 Ultra પણ થયો એકદમ સસ્તો
iPhone 15ની જેમ Samsung Galaxy S25 Ultra પર પણ જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. S25 Ultra (12GB+256GB) ભારતમાં 1,29,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. અત્યારે આ ફોન વિજય સેલ્સ પર 10,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ 1,19,999 રૂપિયામાં લિસ્ટ થયેલો છે. HSBC ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 6,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, જેના પછી તેની કિંમત ઘટીને 1,13,999 રૂપિયા થઈ જાય છે.
આ પણ વાંચો- 4000 કરોડના બજેટ વાળી ફિલ્મ Ramayana માટે રણબીર કપૂરે વસૂલી તગડી ફી, એક્ટર યશે પણ લીધા 150 કરોડ?