RBI Keeps Interest Rate at 5.25%; Rate Cuts Expected in 2026
નવી દિલ્હી8 કલાક પેહલા
- કૉપી લિંક
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 6 એપ્રિલથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરી.
આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો EMI પણ વધશે નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 8 એપ્રિલે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
RBI એ ડિસેમ્બરમાં વ્યાજ દર 0.25% ઘટાડીને 5.25% કર્યા હતા. RBI જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે.
2025માં ચાર વારમાં 1.25%નો ઘટાડો
- ફેબ્રુઆરી 2025માં વ્યાજ દરોને 6.5% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યા હતા.
- મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.
- બીજી વાર એપ્રિલમાં થયેલી મીટિંગમાં પણ વ્યાજ દર 0.25% ઘટાડવામાં આવ્યો હતો.
- જૂનમાં ત્રીજી વાર RBI દ્વારા દરોમાં 0.50% નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
- ડિસેમ્બરમાં 0.25% ના ઘટાડા પછી વ્યાજ દરો 5.25% પર આવી ગયા હતા.

દર બે મહિને થાય છે RBI ની મીટિંગ
મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. તેમાંથી 3 RBIના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. RBIની મીટિંગ દર બે મહિને થાય છે. નાણાકીય વર્ષ 2025-26માં મોનેટરી પોલિસી કમિટીની કુલ 6 બેઠકો યોજાઈ હતી.
રેપો રેટ શું છે, તેનાથી લોન કેવી રીતે સસ્તી થાય છે?
RBI જે વ્યાજ દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. રેપો રેટ ઓછો થવાથી બેંકને ઓછા વ્યાજે લોન મળશે. બેંકોને લોન સસ્તી મળે છે, તો તેઓ અવારનવાર તેનો ફાયદો ગ્રાહકોને આપે છે. એટલે કે, બેંકો પણ તેમના વ્યાજ દરો ઘટાડે છે.
રિઝર્વ બેંક રેપો રેટ શા માટે વધારે છે અને ઘટાડે છે?
કોઈપણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે મોંઘવારી ખૂબ વધારે હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે.
પોલિસી રેટ વધારે હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો પોતાના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. નાણાંનો પ્રવાહ ઓછો થાય તો માંગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી ઘટી જાય છે.
આ જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવા સમયે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડી દે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


