Will WhatsApp Charge Users Now? WhatsApp Plus Subscription Explained | Gujarat News

Last Updated: April 22, 2026By

વિશ્વના સૌથી વધુ વપરાતા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp માં ટૂંક સમયમાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. માર્ક ઝુકરબર્ગની માલિકીની કંપની મેટા (Meta) એ પુષ્ટિ કરી છે કે તેઓ વોટ્સએપ માટે એક પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન પર કામ કરી રહ્યા છે. આ નવી સેવા ‘WhatsApp Plus’ તરીકે ઓળખાશે, જેના માટે વપરાશકર્તાઓએ માસિક ધોરણે નિશ્ચિત રકમ ચૂકવવી પડશે.

શું મફત સેવા બંધ થઈ જશે?

વોટ્સએપના કરોડો વપરાશકર્તાઓ માટે સૌથી ચિંતાનો વિષય એ છે કે શું હવે મેસેજ કરવા માટે પૈસા આપવા પડશે? જોકે, અહેવાલો મુજબ જે યુઝર્સ હાલમાં વોટ્સએપનું સ્ટાન્ડર્ડ વર્ઝન વાપરે છે, તેમના માટે મેસેજિંગ, કોલિંગ અને ગ્રુપ ચેટ જેવી પાયાની સુવિધાઓ પહેલાની જેમ જ મફત રહેશે. ‘વોટ્સએપ પ્લસ’ માત્ર એવા લોકો માટે છે જેઓ સામાન્ય કરતા વધુ અદ્યતન (Advanced) ફીચર્સ વાપરવા માંગે છે.

વોટ્સએપ પ્લસ (WhatsApp Plus) ના આકર્ષક ફીચર્સ

મીડિયા રિપોર્ટ અનુસાર, પ્લસ સબ્સ્ક્રિપ્શન લેનારા યુઝર્સને વર્તમાન સંસ્કરણ કરતા ઘણી વધુ સત્તા અને સુવિધાઓ મળશે:

મેસેજ પિન કરવાની ક્ષમતા: હાલના નિયમ મુજબ તમે ગ્રુપમાં વધુમાં વધુ ૩ મેસેજ પિન કરી શકો છો, પરંતુ સબ્સ્ક્રિપ્શન ધારકો એકસાથે 20 મેસેજ પિન કરી શકશે.

કસ્ટમાઇઝેશન ટૂલ્સ: યુઝર્સને એપના દેખાવને બદલવા માટે નવી થીમ્સ, કસ્ટમ સૂચિઓ અને યુનિક આઈકોન્સની સુવિધા મળશે.

એડવાન્સ કંટ્રોલ: ગ્રુપ ચેટ્સ અને નોટિફિકેશન મેનેજ કરવા માટે પ્રીમિયમ યુઝર્સને વધુ પાવરફુલ ટૂલ્સ આપવામાં આવશે.

કેટલો રહેશે આર્થિક બોજ?

જોકે મેટાએ હજુ સત્તાવાર કિંમત જાહેર કરી નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે આ સબ્સ્ક્રિપ્શન માટે યુઝર્સે દર મહિને સરેરાશ $2.94 (અંદાજે 270 રૂપિયા) ચૂકવવા પડી શકે છે. આ રકમ દેશ અને ચલણ મુજબ અલગ-અલગ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ 9 કરોડમાં વેચાયું Titanic નું ઐતિહાસિક લાઇફ જેકેટ, જાણો કેવી રીતે એ ભયાનક રાત્રિએ જેકેટે લોકોના જીવ બચાવ્યા?