Local body election: જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેરમાં કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી
ગજરાતમાં રસ્તા પર કેક કાપીને રૌફ મારતા લોકો સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરે છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તલવારથી કેક કાપતા અનેક વીડિયો વાયરલ થાય છે જેની સામે પોલીસ એક્શનમાં આવે છે અને કાયદાકીય કાર્યવાહી કરે છે. ત્યારે જૂનાગઢમાં ભાજપના જિલ્લા પ્રમુખે જ કાયદાની ઐસી તૈસી કરી નાંખી હતી. તેમણે જાહેર રસ્તા પર કેક કટીંગ કરીને જન્મ દિવસની ઉજવણી કરી હતી.
કાયદા અને નિયમોની ઐસી તૈસી
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતાં સવાલો ઉભા થયાં છે. કેશોદના ચાર ચોકમાં જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી કાયદા અને નિયમોની ઐસી તૈસી કરી નાંખી હતી. ચૂંટણીની આચાર સંહિતા લાગુ હોવા છતાં ભાજપના કાર્યકરોએ જાહેરમાં ફટાકડા ફોડીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ સહિત કેશોદના ધારાસભ્ય દેવા માલમ પણ હાજર રહ્યા હતાં.
તો શુ નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે?
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જાણે કાયદાના નિયમો પોતાની માટે છે જ નહીં તેવી રીતે જાહેરમાં કેક કાપીને ઉજવણી કરતાં અનેક સવાલો ઉભા થયાં છે. જ્યારે પણ કોઈ જાહેરમાં કેક કાપીને ઉજવણી કરે ત્યારે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને કાયદાકીય પગલાં લઈ લે છે. પરંતુ અહીં ક્યાંય જાણે કાયદો નડતો જ ના હોય તેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં અનેક સવાલો ચર્ચામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: વિમાન દુર્ઘટનામાં પત્ની અને દીકરીને ગુમાવનાર ગુજરાતીને બ્રિટન છોડવાનો આદેશ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

