Rajkot BJP Revokes Suspension of Kava Goltar Ahead of Voting | Gujarat News
Local Body Elections 2026 : રાજકોટમાં મતદાનની આગલી રાત્રે ભાજપનો માસ્ટરસ્ટ્રોક, કવા ગોલતરનું સસ્પેન્શન રદ
લોકશાહીના પર્વ સમાન મતદાનના આડે જ્યારે હવે માત્ર ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે રાજકોટના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 5 માં ભાજપે મતદાનની આગલી રાત્રે જબરદસ્ત ખેલ પાડીને પૂર્વ કોર્પોરેટરના પતિ અને કદાવર આગેવાન કવાભાઈ ગોલતરની નારાજગી દૂર કરી દીધી છે. ભાજપ દ્વારા તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવતા તેઓ ફરી કેસરિયો ધારણ કરી પક્ષમાં સક્રિય થયા છે.
ધારાસભ્ય ઉદય કાનગડ અને ઉમેદવારોનું સંયુક્ત ઓપરેશન
નોંધનીય છે કે, અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે ભાજપે કવાભાઈ ગોલતરને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા, જેના કારણે તેઓ અને તેમનું સમર્થક જૂથ નારાજ હતું. જોકે, ચૂંટણી જીતવા માટે આ નારાજગી દૂર કરવી અનિવાર્ય હોવાથી ધારાસભ્ય ઉદય કાનગડ, વોર્ડ નંબર 5 ના ઉમેદવારો સંજય ચાવડા અને દિલીપ લુણાગરીયાએ સંયુક્ત ‘ઓપરેશન’ હાથ ધર્યું હતું. લાંબી સમજાવટ અને બેઠકો બાદ કવાભાઈની તમામ ફરિયાદોનો અંત આવ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

