BJP Wins Thaltej Seat Unopposed After Congress Withdraws | Gujarat News

Last Updated: April 26, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 393 સંસ્થાઓની 10005 બેઠકો માટે હાલની ચૂંટણીમાં વોટિંગ પહેલા જ 736 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે.રવિવારે સવારે 7થી સાંજે 6 કલાક એમ 11 કલાકમાં યોજનારી ચૂંટણીમાં SIR પછી 4 કરોડ 8 લાખ 16 હજાર 713 નાગરીકોને મતાધિકાર મળ્યો છે. જેઓ પોતાના વતી પાંચ વર્ષ માટે પાલિકા- પંચાયતમાં વહિવટ કરવા 25537 ઉમેદવારોમાંથી 9262ને ચૂંટશે. આજે મતદાન શરૂ થયું છે ત્યારે ભાજપને અમદાવાદમાં વધુ એક બેઠક બિનહરિફ મળી છે. જેમાં થલતેજ વોર્ડમાં કોંગ્રેસે ટેબલ ઉપાડી લેતા ભાજપને એક બેઠક મળી છે.

મતદાનના ત્રણ કલાકમાં જ કોંગ્રેસે ટેબલ ઉપાડી લીધું

અમદાવાદમાં થલતેજ વિસ્તાર આમ તો ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં ભાજપની સતત જીત થતી આવી છે. ત્યારે આજે મતદાનના દિવસે જ થલતેજ વોર્ડમાં કોંગ્રેસને દયનીય સ્થિતિ સામે આવી છે. અનુપમ સ્કૂલમાં કોંગ્રેસે ટેબલ ઉપાડી લીધું હોવાનું સામે આવ્યું છે. ઉમેદવારનો પોલિંગ એજન્ટ પણ નહીં હોવાનું સામે આવ્યું છે. મતદાનના ત્રણ કલાકમાં જ કોંગ્રેસે ટેબલ ઉપાડી લીધું હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ભાજપને વધુ એક બેઠક બિનહરિફ મળી છે.

આ પણ વાંચોઃ Gujarat Local body election 2026: હળવદમાં 104 વર્ષના કાશીબેન માકાસણાએ મતાધિકારનો ઉપયોગ કરી યુવાનોને આપી પ્રેરણા