Local Body Elections 2026: Porbandar Local Body Polls: 48.51 % in Municipal Corp, 57.88 % in Kutiyana | Gujarat News

Last Updated: April 26, 2026By

સુદામાપુરી પોરબંદરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે પણ પોરબંદરવાસીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોરબંદર જિલ્લામાં સરેરાશ મતદાન મધ્યમ રહ્યું છે, જેમાં કુતિયાણા તાલુકો સમગ્ર જિલ્લામાં મોખરે રહ્યો છે.

મતદાનના અંદાજિત આંકડા

સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા અંદાજિત આંકડા મુજબ, પોરબંદર મહાનગરપાલિકામાં શહેરી મતદારોમાં થોડી નીરસતા જોવા મળી હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો પ્રવાહ જળવાઈ રહ્યો હતો.

વિગતવાર મતદાન ટકાવારી

  • કુતિયાણા તાલુકા પંચાયત: 57.88 % (સૌથી વધુ)
  • પોરબંદર જિલ્લા પંચાયત: 50.83 %
  • પોરબંદર તાલુકા પંચાયત: 50.77 %
  • રાણાવાવ તાલુકા પંચાયત: 48.84 %
  • પોરબંદર મહાનગરપાલિકા: 48.51 % (સૌથી ઓછું)

EVM સીલ, 28મીએ ફેંસલો

મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ મતદાન મથકો પર EVM (Electronic Voting Machines) સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ મશીનોને સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવશે. આ ચૂંટણીના પરિણામો આગામી 28 એપ્રિલ, મંગળવાર ના રોજ જાહેર કરવામાં આવશે, ત્યારે જ સ્પષ્ટ થશે કે પોરબંદરની જનતાએ કોના શિરે વિજયનો તાજ પહેરાવ્યો છે.

આ પણ વાંચો – Local Body Elections 2026: વડોદરા જિલ્લામાં સરેરાશ ભારે મતદાન, વાઘોડિયા નગરપાલિકા 81.64% સાથે મોખરે