Health News Caution The risk of kidney stones may increase in summer know how | Gujarat News

Last Updated: April 27, 2026By

ઉનાળામાં જેમ જેમ તાપમાનનો પારો 40-42 ડિગ્રીને વટાવી રહ્યો છે. ગરમીમાં તાપમન વધતા હિટસ્ટ્રોક અને લૂની સમસ્યા વધે છે. આ ઉપરાંત આજકાલ હોસ્પિટલોમાં કિડની સ્ટોનના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગરમીમાં સનબર્ન, હિટસ્ટ્રોક જેવી સમસ્યા સામાન્ય છે. પરંતુ કિડની સ્ટોન ગંભીર સમસ્યા છે. નિષ્ણાતોના મતે, કાળઝાળ ગરમી અને જીવનશૈલીની નાની ભૂલો સીધી આપણી કિડની પર અસર કરે છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે ઉનાળામાં પથરી થવાના આ કારણો છે. 

ગરમીમાં પથરી થવાના કારણો

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે વધુ પાણીની જરૂર પડે છે. જ્યારે આપણે પૂરતું પાણી નથી પીતા, ત્યારે કિડનીમાં પથરી બનવાની પ્રક્રિયા શરૂ થાય છે: ગરમીમાં વધુ પડતો પરસેવો થવાથી શરીરમાં પાણીનું સ્તર ઘટી જાય છે. પરિણામે, કિડની ઓછો અને ઘટ્ટ પેશાબ ઉત્પન્ન કરે છે. જ્યારે પેશાબમાં કેલ્શિયમ અને ઓક્સાલેટ જેવા તત્વો પાણીની અછતને કારણે બહાર નીકળી શકતા નથી, ત્યારે તેઓ જમા થઈને સ્ફટિકો (Crystals) બનાવે છે, જે સમય જતાં પથરીનું સ્વરૂપ લે છે.

શરીરના આ સંકેતોને સમજો

ગરમીમાં સોડિયમનું વધુ સેવન પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, જે પથરી માટે જવાબદાર છે. ઠંડા પીણાં કે વધુ ખાંડવાળા જ્યુસ પથરીનું જોખમ બમણું કરે છે. તે શરીરમાં યુરિક એસિડ વધારે છે, જે પથરીમાં પરિણમી શકે છે. જો તમારા પેશાબનો રંગ ઘેરો પીળો હોય, તો સમજી લેવું કે તમારા શરીરમાં પાણીની ગંભીર અછત છે. પેશાબનો રંગ એકદમ સાફ (પારદર્શક) હોવો જોઈએ.

ગરમીમાં આહારમાં રાખો ધ્યાન

ઉનાળામાં થતી પથરી રોકવા માટે દિવસમાં ઓછામાં ઓછું 2.5 થી 3 લિટર પાણી પીવું અનિવાર્ય છે. આ ઉપરાંત તમે લીંબુ પાણી પી શકો છો. લીંબુમાં રહેલું ‘સાઇટ્રેટ’ કુદરતી રીતે પથરીને બનતા અટકાવે છે. દરરોજ એક ગ્લાસ લીંબુ પાણી ઉત્તમ છે. તમારા આહારમાં તાજા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો જે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખે. ઉનાળામાં કિડનીને સુરક્ષિત રાખવાનો સૌથી સરળ માર્ગ છે પોતાને હાઇડ્રેટેડ રાખવું. નાની સાવધાની તમને પથરીની અસહ્ય પીડાથી બચાવી શકે છે.

આ પણ વાંચો : Hair Care Tips : વાળ બનશે રેશમી અને મુલાયમ, હેર સ્પાની જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave A Comment