Local Body Elections 2026: કચ્છમાં લોકશાહીનો ફેંસલો, 1065 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ખુલશે, 422 બેઠકો માટે કાઉન્ટડાઉન શરૂ
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. આવતીકાલે એટલે કે મંગળવારે કચ્છની કુલ 422 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયત, પાંચ નગરપાલિકાઓ, નવ તાલુકા પંચાયતો અને ગાંધીધામ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી લડી રહેલા કુલ 1065 ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે સ્પષ્ટ થશે.
ચુસ્ત સુરક્ષા વચ્ચે તૈયારીઓ પૂર્ણ
વહીવટી તંત્ર દ્વારા મતગણતરીને લઈ તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં યોજાયેલા મતદાન દરમિયાન સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે દર્શાવે છે કે મતદારોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
ભાજપ-કોંગ્રેસના પોતપોતાના દાવા
ચૂંટણીના પરિણામો પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે પોતાની સત્તા જાળવી રાખવાનો અને ‘પુનરાવર્તન’નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પક્ષો ‘પરિવર્તન’ની લહેર હોવાના દાવા કરી રહ્યા છે. ખાસ કરીને ગાંધીધામ મનપા અને જિલ્લા પંચાયતની બેઠકો પર રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે.
ઈવીએમ મશીનો પર સહુની નજર
ઉમેદવારોના સમર્થકો અને રાજકીય વિશ્લેષકોની નજર હવે ઈવીએમ મશીનો ખુલવા પર ટકેલી છે. શું કચ્છની જનતા ફરી જૂના જોગીઓ પર પસંદગી ઉતારશે કે પછી નવા ચહેરાઓને સત્તાની ચાવી સોંપશે? આ સવાલનો જવાબ આવતીકાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો—- Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

