Indigo & Air India Seek Govt Help Amid Rising Fuel Costs

Last Updated: April 28, 2026By

નવી દિલ્હી1 કલાક પેહલા

  • કૉપી લિંક

આવનારા દિવસોમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે, કારણ કે એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) મોંઘું થવાથી દેશની મુખ્ય એરલાઇન્સનો ઓપરેશન કોસ્ટ (ચલાવવાનો ખર્ચ) 20% સુધી વધી ગયો છે.

એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન કંપનીઓના સંગઠન ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ’ (FIA) એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં મદદ માંગી છે.

FIA એ જણાવ્યું કે જેટ ફ્યુલ મોંઘું થવાથી ઘરેલું એરલાઇન્સ સામે કામકાજ ચાલુ રાખવું મુશ્કેલ બની ગયું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કંપનીઓ ઓપરેશન્સ રોકવા અથવા પોતાના વિમાનોને ઊભા રાખવાની અણી પર પહોંચી ગઈ છે.

ફ્યુલનો ખર્ચ 40% થી વધીને 60% થયો

FIA મુજબ, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્ષેત્રમાં ઇંધણની કિંમતોના ભારે તફાવતે એરલાઇન્સના નેટવર્કને નાણાકીય રીતે અસ્થિર બનાવી દીધું છે. અગાઉ એરલાઇન્સના કુલ ઓપરેશનલ ખર્ચમાં ઇંધણનો હિસ્સો 40% હતો, જે હવે વધીને 60% સુધી પહોંચી ગયો છે.

એરલાઇન્સે 11% એક્સાઇઝ ડ્યુટી હટાવવાની માગ કરી

ફેડરેશને સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે:

  1. એટીએફ પર લાગુ 11% એક્સાઇઝ ડ્યુટીને હાલ પૂરતી સસ્પેન્ડ કરવામાં આવે.
  2. મુખ્ય રાજ્યોમાં એવિએશન ફ્યુઅલ પર લાગતા વેટ (VAT) ને ઘટાડવામાં આવે.
  3. કોવિડ-19 પછી 2022 માં શરૂ કરાયેલ ‘ક્રૂડ બ્રેન્ટ પ્રાઇસિંગ મિકેનિઝમ’ ને ફરીથી લાગુ કરવામાં આવે.

એસોસિએશને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો એરલાઇન્સને પોતાની ક્ષમતા ઘટાડવી પડશે અને ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવી પડશે, જેનાથી મુસાફરો અને કનેક્ટિવિટી પર સીધી અસર પડશે.

ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ક્રૂડ ઓઇલ 45.5% મોંઘું થયું

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની કિંમતો 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 45.5% વધી ગઈ છે. જોકે, સરકારે ઘરેલુ ફ્લાઈટ્સ માટે ATFની કિંમતોમાં વધારાને 25% પર મર્યાદિત રાખ્યો હતો. આને કારણે એપ્રિલમાં ઓઈલ કંપનીઓએ (OMCs) ઘરેલુ ATFના ભાવ માત્ર 9.2% જ વધાર્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ માટે આ વધારો ઘણો વધારે રહ્યો.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ફ્યુઅલ ₹73 મોંઘું થયું

ઘરેલુ ATFની કિંમતોમાં વધારાને ₹15 પ્રતિ લિટર પર મર્યાદિત રાખવામાં આવ્યો, જ્યારે આંતરરાષ્ટ્રીય ATFના ભાવ ₹73 પ્રતિ લિટર સુધી વધી ગયા.

ગ્લોબલ માર્કેટમાં ATFની કિંમતો 87.24 ડોલર પ્રતિ બેરલથી વધીને હવે 235 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. રેટિંગ એજન્સી ઇકરા (ICRA)એ પણ અનુમાન લગાવ્યું છે કે ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો ભવિષ્યમાં ATFના ભાવ વધુ વધારી શકે છે.

મંત્રાલય 5,000 કરોડનું રાહત પેકેજ આપી શકે છે

પરિસ્થિતિને જોતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કેટલાક પગલાં લીધા છે. એપ્રિલ 2026થી 3 મહિના માટે ઘરેલુ એરલાઇન્સના લેન્ડિંગ અને પાર્કિંગ શુલ્કમાં 25%નો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર એરલાઇન સેક્ટર માટે 5,000 કરોડ રૂપિયાની ‘ઇમરજન્સી એરલાઇન ક્રેડિટ સ્કીમ’ લાવવા પર પણ વિચાર કરી રહી છે, જેથી કંપનીઓને કેશ ફ્લોની સમસ્યામાંથી રાહત મળી શકે.

———————————————-

આ સમાચાર પણ વાંચો…

જર્મન એરલાઇન લુફ્થાન્સાએ 20 હજાર ફ્લાઇટ્સ રદ કરી:ઈરાન યુદ્ધથી ઈંધણ મોંઘું; યુરોપમાં માત્ર 6 અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી

જર્મનીની એરલાઇન લુફ્થાંસાએ મેથી ઓક્ટોબર સુધી 20 હજાર શોર્ટ-હોલ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાન યુદ્ધના કારણે યુરોપમાં જેટ ફ્યુઅલની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. કંપનીના મતે, આનાથી લગભગ 40 હજાર ટન જેટ ફ્યુઅલની બચત થશે.

કંપનીએ સોમવારથી દરરોજ લગભગ 120 ફ્લાઇટ્સ ઘટાડી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાથી તેલ પુરવઠાને અસર થઈ છે અને યુરોપમાં જેટ ફ્યુઅલ પુરવઠાની ચિંતા વધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

———————————————-

ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટી ₹34 વધી:હવે ₹55.5 પ્રતિ લિટર ટેક્સ લાગશે, જેટ ફ્યુઅલની નિકાસ પણ ₹42 મોંઘી; દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

કેન્દ્ર સરકારે ડીઝલ અને એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર એક્સપોર્ટ ડ્યુટી એટલે કે વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે. ડીઝલ પર નિકાસ શુલ્ક ₹34 પ્રતિ લિટર વધારીને ₹55.5 કરવામાં આવ્યો છે, જે અગાઉ ₹21.5 હતો.

જ્યારે, ATF એટલે કે જેટ ફ્યુઅલ પરની ડ્યુટી ₹29.5થી વધારીને ₹42 પ્રતિ લિટર કરવામાં આવી છે. નાણા મંત્રાલયે શનિવારે (11 એપ્રિલ) નોટિફિકેશન બહાર પાડીને નવા દરો તાત્કાલિક અસરથી લાગુ કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…