Ahmedabad AMC Polls: BJP Loses Stronghold Khadia Ward After 54 Years, Internal Conflict Exposed. | Gujarat News
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભલે બહુમતી મેળવી હોય, પરંતુ ‘સિંહ આલા પણ ગઢ ગેલા’ જેવો ઘાટ સર્જાયો છે. જનસંઘના સમયથી એટલે કે વર્ષ 1972થી જે બેઠક ભાજપનો અજેય ગઢ ગણાતી હતી, તે ખાડિયા વોર્ડમાં ભાજપનો શરમજનક પરાજય થયો છે. સ્વ. અશોક ભટ્ટના સમયથી કેસરીયો લહેરાવતી આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે.
હારના મુખ્ય કારણો અને ડેમોગ્રાફી
ખાડિયાની હાર પાછળ બદલાયેલી ડેમોગ્રાફી અને આંતરિક જૂથવાદ મુખ્ય કારણ માનવામાં આવે છે. SIR ની કામગીરી બાદ આ વિસ્તારમાંથી 21 હજાર જેટલા મતદારોના નામ કમી થયા હતા. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં માત્ર 54% મતદાન થયું, જેની સામે લઘુમતી વિસ્તારોમાં 70% જેટલું તોતિંગ મતદાન થતા બાજી પલટાઈ ગઈ હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

