Bigg Boss Malayalam Fame Shiyas Kareem Cheating Case; Actor Booked Fraud Threatening Case

Last Updated: April 29, 2026By

3 કલાક પેહલા

  • કૉપી લિંક

‘બિગ બોસ મલયાલમ’ના ભૂતપૂર્વ સ્પર્ધક અને એક્ટર શિયાસ કરીમ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. કેરળ પોલીસે તેની વિરુદ્ધ છેતરપિંડી, મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા અને ગુનાહિત ધમકી આપવાના મામલે કેસ નોંધ્યો છે. આ ફરિયાદ તેની એક મહિલા બિઝનેસ પાર્ટનરે નોંધાવી છે. પોલીસે મંગળવારે આ મામલાની પુષ્ટિ કરી છે.

શિયાસ કરીમ પર લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.

શિયાસ કરીમ પર લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.

લાખો રૂપિયા લઈને વાયદાથી ફરી ગયાનો આક્ષેપ મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, શિયાસે તેને એક નવા બિઝનેસ વેન્ચરમાં ભાગીદારીની લાલચ આપી હતી. આ માટે મહિલાએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પૈસા લીધા પછી શિયાસ પોતાના વાયદાથી ફરી ગયો. તેણે ન તો બિઝનેસ શરૂ કર્યો અને ન તો મહિલાને ભાગીદારી આપી. પોલીસ સૂત્રો અનુસાર, મહિલા પહેલા વિદેશમાં રહેતી હતી અને સોશિયલ મીડિયા દ્વારા શિયાસના સંપર્કમાં આવી હતી.

પૈસા માંગવા પર ધમકી આપી ફરિયાદીનો આરોપ છે કે જ્યારે તેણે પોતાના રોકાણ કરેલા પૈસા પાછા માંગ્યા, ત્યારે શિયાસે તેને ડરાવી અને ધમકાવી. પોલીસે શિયાસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ઘણી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આમાં કલમ 318(4) (છેતરપિંડી), કલમ 79 (મહિલાની ગરિમાનું અપમાન) અને કલમ 351(2) (ગુનાહિત ધમકી) નો સમાવેશ થાય છે.

શિયાસ કરીમ 'બિગ બોસ મલયાલમ'ની પહેલી સીઝનનો સ્પર્ધક રહી ચૂક્યો છે.

શિયાસ કરીમ ‘બિગ બોસ મલયાલમ’ની પહેલી સીઝનનો સ્પર્ધક રહી ચૂક્યો છે.

પોલીસ ટૂંક સમયમાં પૂછપરછ કરશે અધિકારીઓએ જણાવ્યું કે, કેસની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શિયાસ કરીમને ટૂંક સમયમાં પૂછપરછ માટે સમન મોકલી શકાય છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે, શું શિયાસે અન્ય કોઈ સાથે પણ આવી જ છેતરપિંડી કરી છે કે આ મામલામાં અન્ય કોઈ પણ સામેલ છે. હાલમાં એક્ટર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

‘બિગ બોસ’થી મળી હતી ઓળખ શિયાસ કરીમ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેને સાચી ઓળખ ‘બિગ બોસ મલયાલમ’ની પહેલી સીઝનથી મળી હતી. તેણે વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે શોમાં એન્ટ્રી લીધી હતી અને પોતાની સ્ટ્રોંગ પર્સનાલિટીના દમ પર ટોપ-5માં સ્થાન બનાવ્યું હતું. શો પછી તે ઘણા ટીવી પ્રોજેક્ટ્સ અને મોડેલિંગમાં એક્ટિવ રહ્યો છે.

,

શિયાસ કરીમનો એક્ટ્રેસને બીફ ખાવા દબાણ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો

મલયાલી એક્ટર અને મોડલ શિયાસ કરીમ પર એક્ટ્રેસને બળજબરીથી બીફ ખવડાવવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પછી તેની જોરદાર ટીકા થઈ રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment