Hyderabad IPL Record Chase: Most Runs in 2026 Season

Last Updated: April 30, 2026By

મુંબઈ27 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સનરાઇઝર્સ હૈદરાબાદે IPLમાં બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે જીત નોંધાવી. ટીમે 244 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં ચેઝ કરી લીધો. આ IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ છે.

હાલની સિઝનમાં 10મી વખત 200 કે તેથી વધુનો ટાર્ગેટ ચેઝ થયો છે. આ IPLની એક સિઝનમાં 200+ રનચેઝનો રેકોર્ડ છે. ગઈ સિઝનમાં 9 વખત 200 કે તેથી વધુનો ટાર્ગેટ ચેઝ થયો હતો.

વાનખેડેમાં રિકેલ્ટને 44 બોલમાં સદી ફટકારી. આ મુંબઈ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે. મેચમાં નમન ધીરે ટ્રેવિસ હેડના 3 કેચ પણ છોડ્યા. વાંચો મુંબઈ-હૈદરાબાદ મેચમાં બનેલા આવા જ કેટલાક રેકોર્ડ અને મોમેન્ટ્સ…

સૌથી પહેલા 7 રેકોર્ડ

1. હૈદરાબાદે IPLનો ચોથો સૌથી મોટો રનચેઝ કર્યો

સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ સામે 244 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. આ IPL ઇતિહાસનો ચોથો સૌથી મોટો રનચેઝ છે. હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે છે. તેમણે આ જ વર્ષે દિલ્હી કેપિટલ્સ સામે 265 રનનો ટાર્ગેટ પુરો કર્યો હતો.

2. IPL 2026માં 200+ રન ચેઝ કરવાનો રેકોર્ડ તૂટ્યો

આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 વખત 200+નો ટાર્ગેટ ચેઝ થઈ ચૂક્યો છે, જે એક સિઝનમાં સૌથી વધુ છે. અગાઉનો રેકોર્ડ 2025માં બન્યો હતો, જ્યારે 9 વખત 200થી વધુ રનનો લક્ષ્યાંક પુરો કરવામાં આવ્યો હતો.

3. રિકેલ્ટને મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારી

વાનખેડે સ્ટેડિયમમાં રાયન રિકેલ્ટને 44 બોલમાં સદી ફટકારી. આ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી ઝડપી સદી છે. રિકેલ્ટને સનથ જયસૂર્યા અને તિલક વર્માના સંયુક્ત રેકોર્ડને તોડ્યો. બંનેએ 45-45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જયસૂર્યાએ 2008માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે, જ્યારે તિલકે આ જ વર્ષે ગુજરાત સામે સદી ફટકારી હતી.

4. MI એ સૌથી વધુ 22 ખેલાડીઓ અજમાવ્યા

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સે યોગ્ય કોમ્બિનેશનની શોધમાં સૌથી વધુ પ્રયોગો કર્યા છે. ટીમ અત્યાર સુધી પોતાના સ્ક્વોડના 22 ખેલાડીઓને મેદાન પર ઉતારી ચૂકી છે, જે આ સિઝનમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. આ યાદીમાં 19-19 ખેલાડીઓ સાથે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ સંયુક્ત રીતે બીજા સ્થાને છે.

5. રિકેલ્ટને જયસૂર્યાનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રિકેલ્ટને હૈદરાબાદ સામે અણનમ 123 રન બનાવ્યા. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રિકેલ્ટને સનથ જયસૂર્યાનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. જયસૂર્યાએ 2008માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અણનમ 114* રન બનાવ્યા હતા. આ યાદીમાં ક્વિન્ટન ડી કોક (112*) ત્રીજા અને રોહિત શર્મા (109*) ચોથા સ્થાને છે.

6. મુંબઈ ઈન્ડિયન્સનો IPLમાં ત્રીજો સૌથી મોટો સ્કોર

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 243/5નો સ્કોર બનાવ્યો. જે IPL ઇતિહાસમાં મુંબઈનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. દિલ્હી સામે 2024માં બનેલો 247/9 ટીમનો હાઈએસ્ટ સ્કોર છે. 2024માં જ હૈદરાબાદ સામે મુંબઈએ 246/5નો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.

7. અભિષેક-હેડે 6ઠ્ઠી વખત સદીની ભાગીદારી કરી

હૈદરાબાદના ઓપનરો અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે મુંબઈ સામે 123 રનની ઓપનિંગ ભાગીદારી કરી. તેમણે IPLમાં છઠ્ઠી વખત પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી. તેમણે શિખર ધવન અને ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી, જેમના નામે 6 સદીની ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ છે.

અહીંથી ટોપ-7 મોમેન્ટ્સ…

1. મુંબઈ ઈન્ડિયન્સ કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતરી

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા. મેચ પહેલા ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું કે સપોર્ટ સ્ટાફના એક સભ્યની દીકરીનું નિધન થયું છે. ટીમે નિવેદનમાં કહ્યું- ‘ટીમ આ દુઃખની ઘડીમાં પરિવાર સાથે ઊભી છે.’

સપોર્ટ સ્ટાફની દીકરીના નિધન પર ટીમ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી.

સપોર્ટ સ્ટાફની દીકરીના નિધન પર ટીમ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી.

2. નીતિશ રેડ્ડીએ પહેલા જ બોલ પર વિકેટ લીધી

સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર નીતિશ રેડ્ડીએ મેચમાં પોતાના સ્પેલની શરૂઆત વિકેટ સાથે કરી. તેણે પહેલા જ બોલ પર વિલ જેક્સને કેચ આઉટ કરાવ્યો. રેડ્ડીની સચોટ લાઇન અને લેન્થે બેટ્સમેનને ભૂલ કરવા મજબૂર કર્યો અને ટીમને સફળતા અપાવી. આ વિકેટ સાથે જ તેણે મેચનો માર્ગ પોતાની ટીમ તરફ વાળી દીધો.

નીતિશે પોતાના પહેલા જ બોલ પર વિલ જેક્સને પેવેલિયન ભેગો કર્યો.

નીતિશે પોતાના પહેલા જ બોલ પર વિલ જેક્સને પેવેલિયન ભેગો કર્યો.

3. રિકેલ્ટને સદીને અનોખી રીતે સેલિબ્રેટ કરી

15મી ઓવરના છેલ્લા બોલ પર રિકેલ્ટને સિંગલ લઈને IPLની પોતાની પહેલી સદી ફટકારી. ત્યારબાદ તેણે પોતાનું હેલ્મેટ કાઢીને બેટ પર રાખ્યું અને હવામાં લહેરાવ્યું.

રાયન રિકેલ્ટને 123 રનની અણનમ ઇનિંગ રમી.

રાયન રિકેલ્ટને 123 રનની અણનમ ઇનિંગ રમી.

4. પ્રફુલ્લે હાથથી સ્ટમ્પ પાડ્યા, બોલ નીચે રહી ગયો

મુંબઈની ઇનિંગ્સ દરમિયાન હૈદરાબાદના બોલર પ્રફુલ્લ હિંગેએ પોતાની જ બોલ પર રનઆઉટની તક ગુમાવી દીધી. ઓવરનો ચોથો બોલ તેણે રોબિન મિન્ઝને લો ફુલ ટોસ નાખ્યો. બોલ બેટના અંદરના કિનારે લાગીને પેડ સાથે અથડાયો અને ત્યાં જ રોકાઈ ગયો. બેટ્સમેન સિંગલ માટે દોડ્યા. પ્રફુલ્લે બોલ કલેક્ટ કર્યા વગર, હાથથી જ સ્ટમ્પ પાડી દીધા અને રાયન રિકેલ્ટન માંડ માંડ બચ્યો.

પ્રફુલ્લે બોલ છોડીને હાથથી જ સ્ટમ્પ પાડી દીધા.

પ્રફુલ્લે બોલ છોડીને હાથથી જ સ્ટમ્પ પાડી દીધા.

5. નમન ધીરે ટ્રેવિસ હેડના ત્રણ કેચ છોડ્યા

હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડને મુંબઈ સામે જીવનદાન મળ્યું. બંને તક વખતે ફિલ્ડર નમન ધીર હતો. પ્રથમ તક ત્રીજા ઓવરના પહેલા બોલ પર મળી. ટ્રેન્ટ બોલ્ટના બોલ પર નમનથી બાઉન્ડ્રી લાઇન પર કેચ છૂટી ગયો. 5મી ઓવરમાં ગઝનફરના ત્રીજા બોલ પર નમનથી ફરી કેચ છૂટ્યો અને બોલ બાઉન્ડ્રી લાઇન બહાર ચાર રન માટે જતો રહ્યો.

7મી ઓવરમાં અશ્વિની કુમારના ત્રીજા બોલ પર કેચ છૂટ્યો. નમન બોલ લઈને બાઉન્ડ્રી લાઇન બહાર જતો રહ્યો અને હેડને છગ્ગો મળી ગયો. બે વાર નમન બાઉન્ડ્રી લાઇનથી ઘણો અંદર ઊભો હતો.

હેડનો 2 રન પર પહેલો કેચ છૂટ્યો હતો, તેણે 76 રન બનાવ્યા.

હેડનો 2 રન પર પહેલો કેચ છૂટ્યો હતો, તેણે 76 રન બનાવ્યા.

6. ગઝનફરે સતત બોલ પર અભિષેક-ઈશાનને આઉટ કર્યો

હૈદરાબાદની ઇનિંગ્સની 9મી ઓવરમાં મુંબઈના બોલર અલ્લાહ ગઝનફરે 2 વિકેટ ઝડપી. ચોથી બોલ પર પહેલા તેણે અભિષેક શર્માને ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ આઉટ કરાવ્યો. તેની પછીની જ બોલ પર ગઝનફરે ક્રીઝ પર આવેલા ઈશાન કિશનને ક્લીન બોલ્ડ કરી દીધો.

ગઝનફરે મુંબઈને પહેલી વિકેટ અપાવી.

ગઝનફરે મુંબઈને પહેલી વિકેટ અપાવી.

7. સલીલે ત્રણ બાઉન્ડ્રી લગાવી હૈદરાબાદને જીતાડ્યું

સલીલે 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા.

સલીલે 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા.

બીજી ઇનિંગ્સની 19મી ઓવરમાં હૈદરાબાદના સલીલ અરોરાએ છગ્ગા સાથે ટીમને મેચ જીતાડી. તેણે હાર્દિક પંડ્યાની ઓવરમાં પહેલૈ બોલ પર ચોગ્ગો લગાવ્યો. ત્યારબાદ બીજા અને ચોથા બોલ પર છગ્ગો ફટકારીને તેણે પોતાની ટીમના નામે મેચ કરી.

Leave A Comment