‘City Killer’ Asteroid Could Hit the Moon in 2032: What We Know | Gujarat News
બ્રહ્માંડમાં સતત બદલાતી ખગોળીય સ્થિતિ વચ્ચે વૈજ્ઞાનિકોએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. ‘સિટી કિલર’ તરીકે ઓળખાતો વિશાળ એસ્ટરોઇડ 2024 YR4, જે અગાઉ પૃથ્વી સાથે અથડાય તેવી ભીતિ હતી, તે હવે પૃથ્વીને બદલે ચંદ્ર સાથે અથડાવવાના માર્ગ પર હોવાનું જણાય છે. આ ઘટના ડિસેમ્બર ૨૦૩૨માં બનવાની સંભાવના છે, જે વૈજ્ઞાનિકો માટે ચિંતા અને જિજ્ઞાસા બંનેનો વિષય બની છે.
શું છે આ ‘સિટી કિલર’ એસ્ટરોઇડ?
આશરે ૬૦ મીટર પહોળો આ એસ્ટરોઇડ કોઈપણ મોટા શહેરને સંપૂર્ણપણે નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી તેને ‘સિટી કિલર’ નામ આપવામાં આવ્યું છે. ૨૦૨૪માં તેની શોધ થઈ ત્યારે પૃથ્વી સાથે અથડાવાની સંભાવના ૩.૧% હતી, જે હવે ઘટી ગઈ છે. જોકે, નવા ડેટા મુજબ ચંદ્ર સાથે તેની ટક્કર થવાની શક્યતા વધીને ૪.૩% થઈ ગઈ છે. જો આ ટક્કર થશે, તો તે છેલ્લા ૫,૦૦૦ વર્ષોમાં ચંદ્ર પર થનારી સૌથી મોટી ભૌગોલિક ઘટના હશે.
પૃથ્વી પર દેખાશે અદભૂત નજારો
વૈજ્ઞાનિકોના મતે, જો આ એસ્ટરોઇડ ચંદ્ર સાથે અથડાશે, તો પૃથ્વી પરથી રાત્રિના આકાશમાં એક અત્યંત તેજસ્વી પ્રકાશ નરી આંખે જોઈ શકાશે. આ ટક્કરને કારણે ચંદ્રની સપાટી પર આશરે ૧ કિલોમીટર પહોળો ખાડો (Crater) પડશે અને લાખો કિલોગ્રામ ધૂળ અને પથ્થરનો કાટમાળ અવકાશમાં ફેલાશે. આ કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સુંદર ઉલ્કા વર્ષા જેવું દ્રશ્ય સર્જાઈ શકે છે.
ઉપગ્રહો માટે ખતરો અને સુરક્ષા પડકાર
આ ઘટના માત્ર જોવા જેવી જ નહીં હોય, પરંતુ તે જોખમી પણ સાબિત થઈ શકે છે. અવકાશમાં ફેલાયેલો કાટમાળ પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેલા GPS અને સંચાર ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં, ચંદ્ર પર ભવિષ્યમાં નિર્માણ થનારી માનવ વસાહતો અને અવકાશયાત્રીઓની સુરક્ષા માટે આ એક મોટો પડકાર છે.
બચાવના પ્રયાસો
આ પણ વાંચોઃ Amit Shah નું ‘મિશન પંજાબ’,ડ્રગ્સ મુદ્દે AAP સરકારને ઘેરવાની ભાજપની મોટી રણનીતિ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

