Gujarat Local Body Elections 2026 Candidates Must Submit Expense Details by May 13 | Gujarat News
AMC, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ જતાં હવે ઉમેદવારો પાસે ખર્ચના હિસાબની ઉઘરાણી શરૂ થઈ ગઈ છે.જે ઉમેદવારોએ ખર્ચની કોઈ વિગતો હજુ સુધી મોકલી નથી,તેઓને વિગતો મોકલી દેવા તાકીદ કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે,ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન કરેલા ખર્ચની સંપૂર્ણ વિગત ત્વરિત આપવાની રહેશે.આગામી 13મી મે સુધીમાં આયોગને વિગતો પહોંચાડવાની હોવાથી ગતિવિધિ તેજ કરી દેવાઈ છે.ઉમેદવારને AMCમાં 9 લાખ, જિલ્લા પંચાયત 6 લાખ અને તાલુકા પંચાયતમાં 3 લાખની મર્યાદામાં ખર્ચ કરવાની સત્તા છે.
ઉમેદવારોમાંથી ઘણાએ ખર્ચના હિસાબો જ આપ્યા નથી
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં જે રીતે સભાઓ, રેલીઓ અને જમણવાર થયા છે,તે જોતા તો ખર્ચની મર્યાદા જળવાતી નથી.જિલ્લામાં તો મોટાપાયે ચા-નાસ્તાથી લઈ જમણવારનું આયોજન કરાયું હતું,જેમાં ખર્ચની મર્યાદાનો તાળો મળી શકે તેમ જ નથી.આમ છતાં,ચૂંટણી પછી ઉમેદવારો પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે રહીને ખર્ચાઓની ગોઠવણ કરી,હિસાબો તૈયાર કરીને સંબંધિત RO કચેરીમાં જમા કરાવતા હોવાનું મનાય છે.આ વખતે મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોમાંથી ઘણાએ ખર્ચના હિસાબો જ આપ્યા નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

