એર ઇન્ડિયા હવે દરરોજ 100 ફ્લાઇટ્સ ઘટાડશે:કારણ-ઇંધણના વધતા ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત; ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકાના રૂટને અસર થશે
એર ઇન્ડિયા તેની ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લગભગ 10%નો ઘટાડો કરવા જઈ રહી છે. ટાટા ગ્રુપની આ એરલાઇન ઓક્ટોબરના અંતથી શરૂ થતા વિન્ટર શેડ્યૂલથી દરરોજ લગભગ 100 ફ્લાઇટ્સ બંધ કરશે. હાલમાં, એરલાઇન દરરોજ લગભગ 900 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. ફ્યુઅલની વધતી કિંમતો અને સ્પેરપાર્ટ્સની અછતને કારણે નિર્ણય આ આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર સૌથી વધુ અસર થશે સૂત્રો અનુસાર, એરલાઇને ભારતને ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સાથે જોડતા કેટલાક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઘટાડવાનો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક નેટવર્કમાં પણ થશે ફેરફાર ઘરેલું રૂટ્સ પર પણ એર ઇન્ડિયા તેની ફ્રીક્વન્સી ઘટાડશે. કંપનીનો પ્લાન મેટ્રો-ટુ-મેટ્રો રૂટ્સ પર એવી ફ્લાઇટ્સ ઘટાડવાનો છે જ્યાં હાલમાં ઘણી દૈનિક સેવાઓ ચાલી રહી છે. આનાથી એરલાઇનને તેના વિમાનોને વધુ નફાકારક રૂટ્સ પર લગાવવામાં અથવા તેમને સ્ટેન્ડબાય પર રાખવામાં મદદ મળશે, જેનાથી ઓન-ટાઇમ પર્ફોર્મન્સ (OTP) માં સુધારો થઈ શકે. મેનેજમેન્ટ અને એક્સપર્ટ્સનો અભિપ્રાય એવિએશન એનાલિસ્ટ્સનું માનવું છે કે ATFની કિંમતો એરલાઇનની ઓપરેટિંગ કોસ્ટનો લગભગ 40% હોય છે. આવા સંજોગોમાં, ટાટા ગ્રુપ માટે એર ઇન્ડિયાના ટ્રાન્સફોર્મેશન દરમિયાન વૃદ્ધિ અને નફાકારકતા વચ્ચે બેલેન્સ જાળવવું એક મોટો પડકાર છે. ATF શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે? આ સમાચાર પણ વાંચો… આજથી ગેસના બાટલાના ભાવ વધ્યા:રેસ્ટોરાંમાં જમવાનું મોંધુ થશે, ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો પણ લાગુ; મે મહિનામાં થનારા 4 મોટા ફેરફારો કોમર્શિયલ સિલિન્ડર આજે એટલે કે 1 મેથી 993 રૂપિયા મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં તે 3071.50 રૂપિયામાં મળી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલેથી આ જાણકારી આપી છે. આ ઉપરાંત ‘ઓનલાઈન ગેમિંગ રૂલ્સ 2026’ અમલમાં આવી ગયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

