Internal Conflict in Gujarat Congress: Gaurav Pandya Demands Resignations | Gujarat News
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. વલસાડ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને AICC મેમ્બર ગૌરવ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક વિસ્ફોટક પોસ્ટ કરીને પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચૂંટણીમાં થયેલી હાર માટે પ્રદેશના તમામ ટોચના નેતાઓને જવાબદાર ગણાવી તેમના રાજીનામાની માગ કરી છે.
પ્રદેશ નેતાગીરીની નિષ્ફળતાને કારણે પાયાના સ્તરે પક્ષ નબળો
ગૌરવ પંડ્યાએ પોતાની પોસ્ટમાં આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, રાહુલ ગાંધીનું વિઝન ‘મિશન 2027’ અંતર્ગત ગુજરાતમાં સત્તા કબજે કરવાનું છે, પરંતુ પ્રદેશ નેતાગીરીની નિષ્ફળતાને કારણે પાયાના સ્તરે પક્ષ નબળો પડી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે, તે જોતા પ્રદેશ પ્રમુખ સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ નૈતિક જવાબદારી સ્વીકારી પદ ત્યાગવું જોઈએ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

