CSK Beats MI in IPL 2026; Kartik Fifty, Samson Dropped Catch

Last Updated: May 3, 2026By

ચેન્નઈ2 કલાક પેહલા

  • કૉપી લિંક

ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2026ની 44મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. 2023થી છેલ્લી 7 મેચોમાં 6 મેચ ચેન્નઈ જીતી છે, જ્યારે માત્ર 1 મેચ મુંબઈ જીતી છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં કાર્તિક શર્માએ IPLની પોતાની પ્રથમ અડધી સદી ફટકારી. જસપ્રીત બુમરાહની બોલ પર સંજુ સેમસનનો કેચ સ્લીપમાં છૂટ્યો અને તે જ ઓવરમાં સંજુ વિકેટકીપરને કેચ આપી બેઠો. મુંબઈના રાયન રિકેલ્ટનને આઉટ કર્યા બાદ નૂર અહેમદે નો-લુક સેલિબ્રેશન કર્યું.

CSK-MI મેચમાં બનેલી ટોપ મોમેન્ટ્સ…

ડેબ્યૂ પર રામકૃષ્ણ ઘોષે શાનદાર કેચ પકડ્યો

મેચની બીજી જ ઓવરમાં IPLમાં ડેબ્યૂ કરી રહેલા ચેન્નઈના રામકૃષ્ણ ઘોષે જબરદસ્ત કેચ પકડ્યો. અંશુલ કંબોજની ઓવરની બીજી બોલ પર વિલ જેક્સ ક્રીઝની બહાર નીકળીને મોટો શોટ રમવા ગયો. બોલ બેટની બહારની કિનારી લઈને બેકવર્ડ પોઈન્ટ તરફ ગયો. આગળ દોડતા ઘોષે ડાઈવ લગાવીને જમીનથી માત્ર થોડા ઇંચ ઉપર બોલને બંને હાથથી પકડ્યો.

રામકૃષ્ણ ઘોષે આગળ ડાઇવ લગાવીને શાનદાર લો કેચ પકડ્યો.

રામકૃષ્ણ ઘોષે આગળ ડાઇવ લગાવીને શાનદાર લો કેચ પકડ્યો.

કંબોજ થ્રો ચૂકી ગયો, રિકેલ્ટન રન-આઉટથી બચ્યા

ઈનિંગની ચોથી ઓવરમાં રાયન રિકેલ્ટનને એક મોટું જીવનદાન મળ્યું. બોલર અંશુલ કંબોજની સચોટ યોર્કરને રિકેલ્ટને ડિફેન્ડ કરી અને ક્રીઝથી ઘણા બહાર નીકળી આવ્યા. કંબોજે ચપળતા બતાવતા બોલ પકડ્યો અને કીપર છેડે નિશાન તાક્યું, પરંતુ થ્રો સ્ટમ્પ પર ન લાગ્યો. રિકેલ્ટને ક્રીઝ સુધી પહોંચવાની આશા જ છોડી દીધી હતી. થ્રો ન લાગતા કંબોજે હતાશામાં માથું પકડી લીધું.

રિકેલ્ટને આશા છોડી દીધી હતી, પરંતુ કંબોજ વિકેટ પર થ્રો કરી શક્યા નહીં.

રિકેલ્ટને આશા છોડી દીધી હતી, પરંતુ કંબોજ વિકેટ પર થ્રો કરી શક્યા નહીં.

IPLમાં પ્રશાંતની પહેલી ઓવરમાં 3 સિક્સર

ચેન્નઈના પ્રશાંત વીરનો IPLમાં તેમનો પહેલો ઓવર કોઈ ખરાબ સપના જેવો રહ્યો. મેચનો 5મો ઓવર ફેંકવા આવેલા પ્રશાંતને રાયન રિકેલ્ટને 3 છગ્ગા ફટકાર્યા. રિકેલ્ટને ત્રીજી બોલ પર 76 મીટરનો સ્લોગ-સ્વીપ લગાવ્યો. પછી અંતિમ બે બોલ પર સતત બે છગ્ગા ફટકાર્યા.

પ્રશાંત વીર એ 2 ઓવર બોલિંગ કરી અને 25 રન આપ્યા.

પ્રશાંત વીર એ 2 ઓવર બોલિંગ કરી અને 25 રન આપ્યા.

દુબેએ નમન ધીરનો કેચ છોડ્યો

મુંબઈની ઇનિંગ્સના સાતમી ઓવરમાં શિવમ દુબેએ એક સરળ કેચ છોડી દીધો. ઓવરનો ચોથો બોલ નૂર અહેમદે 95 કિમીની ઝડપે નાખ્યો. નમન ધીરે બેકફૂટ પર જઈને કટ શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલે બેટનો કિનારો લીધો અને શોર્ટ થર્ડ મેન પર ઉભેલા દુબેના હાથમાં ગયો, પરંતુ દુબે કેચ પકડી શક્યો નહીં. નમન આ સમયે 19 રન બનાવીને રમી રહ્યો હતો.

દુબેએ નમનનો 19 રન પર કેચ છોડ્યો, જેમણે મેચમાં 57 રન બનાવ્યા.

દુબેએ નમનનો 19 રન પર કેચ છોડ્યો, જેમણે મેચમાં 57 રન બનાવ્યા.

નૂર અહેમદનું ‘નો-લુક’ સેલિબ્રેશન

નૂર અહેમદે મુંબઈના બેટર રાયન રિકેલ્ટનને આઉટ કર્યા પછી અનોખું સેલિબ્રેશન કર્યું. નૂરે સાતમી ઓવરના ચોથા બોલ પર રિકેલ્ટનને ફસાવ્યો. સ્લોગ સ્વીપ રમવા ગયેલા રિકેલ્ટને બોલને સીધો ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ઉભેલા ઉર્વિલ પટેલના હાથમાં મારી દીધો. વિકેટ લીધા પછી નૂર અહેમદે પોતાની આંખો પર હાથ રાખીને ‘નો-લુક’ સેલિબ્રેશન કર્યું. સામાન્ય રીતે બેટર્સ નો-લુક શોટ્સ રમે છે.

નૂર અહેમદે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી.

નૂર અહેમદે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી.

કંબોજની થ્રો બેટરની પીઠ પર વાગી

પ્રથમ ઇનિંગ્સની છેલ્લી બોલ પછી અંશુલ કંબોજે બેટરને સોરી કહ્યું. જોકે, કંબોજે સચોટ યોર્કર નાખી, જેને મુંબઈના બેટર કૃષ ભગત રમી શક્યા નહીં. બેટર ઝડપથી રન ચોરવા દોડ્યા, આ દરમિયાન વિકેટકીપર સંજુ સેમસને બોલ કંબોજ તરફ થ્રો કર્યો. કંબોજે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રન-આઉટ કરવા નિશાન તાક્યું, પરંતુ બોલ સ્ટમ્પ પર લાગવાને બદલે સીધો દોડી રહેલા કૃષ ભગતની પીઠ પર વાગ્યો. જોકે કંબોજે તરત જ કૃષને સોરી કહ્યું.

કંબોજે થ્રો પછી કૃષની માફી માંગી.

કંબોજે થ્રો પછી કૃષની માફી માંગી.

સેમસન કેચ છોડ્યા પછી તે જ ઓવરમાં આઉટ થયો

ચેન્નઈની ઇનિંગ્સની બીજી ઓવર ઘણી ઘટનાપૂર્ણ રહી. જસપ્રીત બુમરાહની પહેલી બોલ સંજુ સેમસનના બેટનો કિનારો લઈને સ્લીપમાં ગઈ, પરંતુ વિલ જેક્સે સરળ કેચ છોડી દીધો. આ પછી બુમરાહે ઓવરનો છેલ્લો બોલ બહારની તરફ સ્વિંગ કરાવ્યો. સેમસને કટ કર્યો, પરંતુ બોલ બેટનો બહારનો કિનારો લઈને સીધો વિકેટકીપર રાયન રિકેલ્ટનના હાથમાં જતો રહ્યો. સેમસન કેચ છૂટ્યા પછી માત્ર 5 રન જ ઉમેરી શક્યો.

કેચ છૂટ્યા પછી સેમસન પોતાની ઇનિંગ્સમાં માત્ર 5 રન જ ઉમેરી શક્યો.

કેચ છૂટ્યા પછી સેમસન પોતાની ઇનિંગ્સમાં માત્ર 5 રન જ ઉમેરી શક્યો.

કાર્તિક શર્માએ IPLની પહેલી ફિફ્ટી ફટકારી

ચેન્નઈના બેટર કાર્તિક શર્માએ શનિવારે IPLની પોતાની પહેલી ફિફ્ટી પૂરી કરી. તેણે રનચેઝની 18મી ઓવરમાં કૃષ્ણ ભગતની પાંચમી બોલ પર સિંગલ લઈને પોતાના પચાસ રન પૂરા કર્યા. ત્યારબાદ આગલી ઓવરના પહેલા બોલ પર વિનિંગ શોટ ફટકાર્યો. તેણે ટ્રેન્ટ બોલ્ટના બોલ પર શોર્ટ થર્ડમેન ઉપરથી ચોગ્ગો ફટકારીને ચેન્નઈને જીત અપાવી.

કાર્તિક શર્માએ પોતાની ફિફ્ટીને અનોખી રીતે સેલિબ્રેટ કરી.

કાર્તિક શર્માએ પોતાની ફિફ્ટીને અનોખી રીતે સેલિબ્રેટ કરી.

ઓવર્ટને તિલક વર્માની કરોડોની ઘડિયાળ તોડી

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ દરમિયાન MIની ઇનિંગની 12મી ઓવર ચાલી રહ્યી હતી, જે ઓવર્ટન નાખી રહ્યા હતા. ઓવર્ટનની આ ઓવરની છેલ્લી બોલ પર તિલક વર્માએ કોઈ રન તો ન બનાવ્યા, પરંતુ તેમને કરોડો રૂપિયાનું નુકસાન ચોક્કસ થયું. બોલ વાગવાથી તેમની 2.13 કરોડ રૂપિયાની ઘડિયાળ તૂટીને ગ્રાઉન્ડ પર જ પડી ગઈ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ છે.

Leave A Comment