Isha Ambani Met Gala 2026 Saree; Karan Johar Debut, Raja Ravi Varma Tribute

Last Updated: May 5, 2026By

26 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ન્યૂયોર્કમાં આયોજિત ફેશન જગતની સૌથી મોટી નાઇટ એટલે કે મેટ ગાલા 2026માં આ વખતે ભારતીય કારીગરી અને શાહી અંદાજે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ વર્ષની થીમ ‘કોસ્ચ્યુમ આર્ટ’ અને ડ્રેસ કોડ ‘ફેશન ઈઝ આર્ટ’ને અનુરૂપ ભારતીય સેલિબ્રિટીઓએ કળા, શિલ્પ અને ફેશનનું અદભૂત મિશ્રણ રજૂ કર્યું હતું.

ઈશા અંબાણી: સોનાના તારની સાડી અને હીરાજડિત અંદાજ

ઈશા અંબાણીનો લુક આ વર્ષે મેટ ગાલામાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. ઈશાએ પ્રખ્યાત ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા તૈયાર કરેલી કસ્ટમ સાડી પહેરી હતી, જેમાં અસલી સોનાના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લુક તૈયાર કરવા માટે 50 કારીગરોએ 1200 કલાકથી વધુ સમય આપ્યો હતો. સાડી પર ‘પિછવાઈ’ પેઇન્ટિંગથી પ્રેરિત ડિઝાઇન બનાવવામાં આવી હતી. ઈશાના બ્લાઉઝમાં નીતા અંબાણીના પર્સનલ કલેક્શનના 200 ઓલ્ડ કટ-માઈન ડાયમંડ્સ અને હૈદરાબાદના નિઝામ કલેક્શનની ઐતિહાસિક ‘સરપેચ’ લગાવવામાં આવી હતી.

ઈશાના હાથમાં એક ‘કેરી’ જોવા મળી હતી, જે સોનાની નહીં પણ પ્રખ્યાત કલાકાર સુબોધ ગુપ્તા દ્વારા બનાવાયેલું એક સ્કલ્પચર હતું

ઈશાના હાથમાં એક ‘કેરી’ જોવા મળી હતી, જે સોનાની નહીં પણ પ્રખ્યાત કલાકાર સુબોધ ગુપ્તા દ્વારા બનાવાયેલું એક સ્કલ્પચર હતું

સોનાની સાડી અને હીરાજડિત બ્લાઉઝમાં ઈશા અંબાણીનો 'રોયલ' અવતાર

સોનાની સાડી અને હીરાજડિત બ્લાઉઝમાં ઈશા અંબાણીનો ‘રોયલ’ અવતાર

ઈશા અંબાણીના લુકમાં જોવા મળ્યો ભારતીય કારીગરીનો અદભૂત સંગમ

ઈશા અંબાણીના લુકમાં જોવા મળ્યો ભારતીય કારીગરીનો અદભૂત સંગમ

કાગળ અને તાંબામાંથી બનેલો 150 કલાકની મહેનત ધરાવતો 'ગજરો' પણ તેના લુકનું આકર્ષણ બન્યો હતો.

કાગળ અને તાંબામાંથી બનેલો 150 કલાકની મહેનત ધરાવતો ‘ગજરો’ પણ તેના લુકનું આકર્ષણ બન્યો હતો.

વિદેશી ધરતી પર ઈશા અંબાણીનો અપ્સરા અવતાર

વિદેશી ધરતી પર ઈશા અંબાણીનો અપ્સરા અવતાર

કરણ જોહરનું ડેબ્યૂ, રાજા રવિ વર્માને ટ્રિબ્યૂટ

ફિલ્મમેકર કરણ જોહરે મનીષ મલ્હોત્રાના આઉટફિટ સાથે મેટ ગાલામાં શાનદાર ડેબ્યૂ કર્યું. તેનો લુક પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માની કૃતિઓથી પ્રેરિત હતો. કરણે 6 ફૂટ લાંબો હેન્ડ-પેઇન્ટેડ કેપ પહેર્યો હતો, જેને 80 કારીગરોએ 85 દિવસમાં તૈયાર કર્યો હતો. તેણે પોતાના જ્વેલરી લેબલ ‘ત્યાની’ના મલ્ટી-જેમસ્ટોન નેકલેસ સાથે લુક પૂર્ણ કર્યો હતો.

કરણ જોહરે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલો ડ્રેસ પહેર્યો હતો, જે રાજા રવિ વર્માના પેઇન્ટિંગથી પ્રેરિત હતો.

કરણ જોહરે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલો ડ્રેસ પહેર્યો હતો, જે રાજા રવિ વર્માના પેઇન્ટિંગથી પ્રેરિત હતો.

જયપુર રાજઘરાનાનો શાહી અંદાજ

આ વખતે મેટ ગાલામાં માત્ર બોલિવૂડ જ નહીં, પણ ભારતીય રાજવી પરિવારે પણ હાજરી આપી હતી. જયપુરની રાજકુમારી ગૌરવી કુમારી અને મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે રેડ કાર્પેટ પર ભારતીય પરંપરાને ગ્લોબલ સ્ટેજ પર રજૂ કરી. ગૌરવી કુમારીએ તેમની દાદી મહારાણી ગાયત્રી દેવીની ગુલાબી શિફોન સાડીમાંથી બનાવેલ ગાઉન પહેર્યું હતું. તેમણે જયપુરના ફેમસ ‘ધ જેમ પેલેસ’ની મોતી અને માણેક જડિત જ્વેલરી પહેરી હતી, જે પ્યોર રોયલ લુક આપી રહી હતી.

જયપુરની રાજકુમારી અને મહારાજા

જયપુરની રાજકુમારી અને મહારાજા

મેટ ગાલા 2026 રેડ કાર્પેટ પરથી સેલેબ્સના લુક્સ પર એક નજર-

મનીષ મલ્હોત્રા પોતે બ્લેક આઉટફિટ અને સફેદ દોરાના વર્ક વાળી જેકેટમાં નજરે પડ્યો હતો. તેના ડ્રેસમાં ભારતીય મિનિએચર આર્ટની ઝલક જોવા મળી.

મનીષ મલ્હોત્રા પોતે બ્લેક આઉટફિટ અને સફેદ દોરાના વર્ક વાળી જેકેટમાં નજરે પડ્યો હતો. તેના ડ્રેસમાં ભારતીય મિનિએચર આર્ટની ઝલક જોવા મળી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

પ્રિયંકા ચોપરાએ કેનવાસ ડ્રેસ પહેર્યો છે.

પ્રિયંકા ચોપરાએ કેનવાસ ડ્રેસ પહેર્યો છે.

હોલિવૂડ સેલેબ્સના આ લુક્સ પણ જુઓ-

પોપ સિંગર રીહાન્નાએ જ્વેલરી-ઇન્ટિગ્રેટેડ ડ્રેસ પહેર્યો હતો. હેવી હેર એક્સેસરીઝથી લુક પૂર્ણ કર્યો.

પોપ સિંગર રીહાન્નાએ જ્વેલરી-ઇન્ટિગ્રેટેડ ડ્રેસ પહેર્યો હતો. હેવી હેર એક્સેસરીઝથી લુક પૂર્ણ કર્યો.

મેટ ગાલામાં કેન્ડલ જેનરે વેટ ડ્રેસ પહેર્યો હતો.

મેટ ગાલામાં કેન્ડલ જેનરે વેટ ડ્રેસ પહેર્યો હતો.

કાઈલી જેનરે સ્કિન-થીમ આધારિત ડ્રેસ પહેર્યો હતો.

કાઈલી જેનરે સ્કિન-થીમ આધારિત ડ્રેસ પહેર્યો હતો.

સિંગર કેટી પેરીએ માસ્ક પહેરીને પોતાનો મેટ ગાલા લુક પૂર્ણ કર્યો.

સિંગર કેટી પેરીએ માસ્ક પહેરીને પોતાનો મેટ ગાલા લુક પૂર્ણ કર્યો.

બેયોન્સે સ્કેલેટન-થીમ આધારિત ડ્રેસ પહેર્યો હતો.

બેયોન્સે સ્કેલેટન-થીમ આધારિત ડ્રેસ પહેર્યો હતો.

Leave A Comment