IPL Rajasthan Royals Auction Controversy
નવી દિલ્હી15 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સની હરાજી પ્રક્રિયામાં એક નવો વિવાદ ઊભો થયો છે. તેમાં સામેલ અમેરિકી ઉદ્યોગપતિ કાલ સોમાણીના નેતૃત્વ હેઠળના સોમાણી ગ્રુપે હરાજી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ગ્રુપે મંગળવારે પ્રેસ રિલીઝમાં ઊંડી નિરાશા વ્યક્ત કરી છે. તેમનો આરોપ છે કે અંતિમ નિર્ણય નિષ્પક્ષ નહોતો અને તેમને સમાન તક આપવામાં આવી ન હતી. સોમાણી ગ્રુપનું કહેવું છે કે તેઓ છેલ્લા છ મહિનાથી આ રેસમાં સૌથી આગળ હતા અને તેમણે ક્યારેય પોતાની બોલી પાછી ખેંચી ન હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોમાણી ગ્રુપે નામ પાછું ખેંચી લીધું છે.
તાજેતરમાં, દિગ્ગજ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે અદાર પૂનાવાલા સાથે મળીને રાજસ્થાન રોયલ્સનો 93% હિસ્સો આશરે 15,600 કરોડ રૂપિયા ($1.65 બિલિયન) માં ખરીદી લીધો છે.
નવી ડીલ મુજબ લક્ષ્મી મિત્તલનો પરિવાર RR માં લગભગ 75% હિસ્સેદારી રાખશે, જ્યારે અદાર પૂનાવાલા પાસે 18% હિસ્સો હશે. બાકીની 7% હિસ્સેદારી જૂના રોકાણકાર મનોજ બડાલે અને અન્ય પાસે રહેશે. ટીમના નવા બોર્ડમાં લક્ષ્મી મિત્તલ, આદિત્ય મિત્તલ, વનીષા મિત્તલ-ભાટિયા, અદાર પૂનાવાલા અને મનોજ બડાલેનો સમાવેશ થશે. આ મોટા ફેરફાર સાથે રાજસ્થાન રોયલ્સ હવે IPLની સૌથી મોંઘી ટીમોમાંની એક બની ગઈ છે.
સોમાણી ગ્રુપનો આરોપ સોમાણી ગ્રુપ (જેમાં વોલમાર્ટ અને ફોર્ડ ગ્રુપના દિગ્ગજો સામેલ હતા)નું કહેવું છે કે તેમની બોલી $1.63 બિલિયનની હતી અને તેઓ ડીલ ક્લોઝ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાસે પર્યાપ્ત ફંડિંગ હતું, તેમ છતાં છેલ્લી ઘડીએ તેમની બોલીને અવગણવામાં આવી. ગ્રુપ મુજબ, આ પ્રકારની મોટી હરાજીમાં પારદર્શિતા અને ઇમાનદારીનો અભાવ ચિંતાજનક છે.
સોમાણી ગ્રુપનું સ્ટેટમેન્ટ જુઓ
વર્તમાન માલિકોએ ડોક્યુમેન્ટેશનમાં ખામી જણાવી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન રોયલ્સના વર્તમાન માલિકો (મનોજ બડાલે અને અન્ય) એ સોમાણી ગ્રુપની બોલીમાં કેટલીક ટેકનિકલ અને દસ્તાવેજી ખામીઓ શોધી કાઢી હતી. તપાસ દરમિયાન સોમાણી ગ્રુપના પેપર્સ નિર્ધારિત ધોરણો પર ખરા ઉતર્યા ન હતા, જેના કારણે મિત્તલ ગ્રુપની બોલીને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સોમાણી ગ્રુપે આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢતા તેને છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
2008માં રાજસ્થાન ચેમ્પિયન બન્યું હતું
શેન વોર્નની કપ્તાની હેઠળ રાજસ્થાન રોયલ્સે 2008માં IPLની પ્રથમ સિઝન જીતી હતી. ત્યારથી ટીમ માત્ર એક જ વાર 2022માં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં તેને હાર મળી હતી.

વર્ષ 2008માં પહેલી જ વારમાં રાજસ્થાન રોયલ્સ IPL ચેમ્પિયન બની હતી. તે સમયે શેન વોર્ન ટીમના કેપ્ટન હતા.
2 વર્ષ માટે RR પર પ્રતિબંધ મુકાયો હતો
રાજસ્થાન રોયલ્સને 2015માં સામે આવેલા સ્પોટ-ફિક્સિંગ કેસને કારણે 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી. તપાસ બાદ લોઢા સમિતિએ ટીમના સહ-માલિક રાજ કુંદ્રાને સટ્ટાબાજીનો દોષી ઠેરવ્યા હતા.
આને કારણે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બંનેને 2016 અને 2017ની IPL સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં 2018માં રાજસ્થાન રોયલ્સે ફરીથી IPLમાં વાપસી કરી.
———————————————-
રાજસ્થાન રોયલ્સ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
40 દિવસમાં રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા:મિત્તલ અને પૂનાવાલાએ ₹15,660 કરોડની મેગા ડીલ ફાઈનલ કરી, IPLના ઈતિહાસનો બીજો સૌથી મોટો સોદો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સ્ટીલ કિંગ તરીકે જાણીતા લક્ષ્મી નિવાસ મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે, સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા સાથે મળીને ‘રાજસ્થાન રોયલ્સ’ (RR) ફ્રેન્ચાઈઝી ખરીદી છે. વાંચો પૂરા સમાચાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


