Why are Apple AirPods Always White? The Secret Marketing Strategy | Gujarat News

Last Updated: May 6, 2026By

તકનીકી દુનિયામાં જ્યારે પણ પ્રીમિયમ ઓડિયો ગેજેટ્સની વાત આવે છે, ત્યારે સફેદ રંગના ઇયરબડ્સ તરત જ આપણી આંખ સામે આવી જાય છે. એપલના એરપોડ્સ (AirPods) તેના સફેદ રંગ માટે વિશ્વભરમાં જાણીતા છે. પરંતુ શું આ માત્ર એક પસંદગી છે કે તેની પાછળ કોઈ ઊંડો બિઝનેસ પ્લાન છે? હકીકતમાં, આ રંગ પાછળ 99% લોકો જાણતા નથી તેવું એક મોટું રહસ્ય છુપાયેલું છે.

બ્રાન્ડિંગ અને વિઝ્યુઅલ આઇડેન્ટિટી

જ્યારે એપલે સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવનાર ‘આઇપોડ’ (iPod) લોન્ચ કર્યું, ત્યારે બજારમાં ઉપલબ્ધ લગભગ તમામ હેડફોન કાળા રંગના હતા. એપલે આ પ્રવાહથી વિરુદ્ધ જઈને સફેદ રંગના ઇયરફોન રજૂ કર્યા. આ એક વ્યૂહાત્મક નિર્ણય હતો. જો કોઈ વ્યક્તિના ખિસ્સામાં મ્યુઝિક પ્લેયર હોય, તો તે કઈ કંપનીનું છે તે જાણવું મુશ્કેલ હતું, પરંતુ કાનમાં લટકતા સફેદ વાયર દૂરથી જ બૂમ પાડીને કહેતા હતા કે આ વ્યક્તિ ‘એપલ આઇપોડ’ વાપરી રહી છે. આમ, સફેદ રંગ લોગો જોયા વગર જ બ્રાન્ડની ઓળખ બની ગયો.

મિનિમલિઝમ અને પ્રીમિયમ ફીલ

એપલની ડિઝાઇન ફિલસૂફી હંમેશા ‘મિનિમલિઝમ’ એટલે કે સાદગી પર આધારિત રહી છે. સફેદ રંગ સ્વચ્છતા, સરળતા અને ભવ્યતાનું પ્રતીક છે. તે વપરાશકર્તાને એક પ્રીમિયમ અનુભવ આપે છે. આ રંગ અન્ય રંગોની સરખામણીમાં આંખને વધુ આકર્ષે છે અને ભીડમાં પણ તરત જ દેખાઈ આવે છે. આજે એરપોડ્સ પહેરેલી વ્યક્તિ સોશિયલ મીડિયા હોય કે જાહેર રસ્તો, તરત જ અલગ તરી આવે છે.

ચાલતું-ફરતું માર્કેટિંગ સાધન

એપલે તેના ઇયરબડ્સને એવી રીતે ડિઝાઇન કર્યા છે કે તે કંપની માટે એક મફત જાહેરાત (Free Advertising) તરીકે કામ કરે છે. જ્યારે લાખો લોકો સફેદ એરપોડ્સ પહેરીને બહાર નીકળે છે, ત્યારે તેઓ અજાણતા જ એપલની બ્રાન્ડ એમ્બેસેડર બની જાય છે. આ જ કારણ છે કે કંપનીએ આઇફોન અને આઇપેડમાં અનેક રંગો આપ્યા હોવા છતાં, ઇયરબડ્સ માટે સફેદ રંગને જ વળગી રહી છે.

આ પણ વાંચોઃ Emergency Alert : અચાનક 11.41 વાગ્યે બધા મોબાઈલ પર કેમ આવ્યો ભારત સરકારનો એલર્ટ? જાણો કારણ

Leave A Comment