Alert! તમારી પાવર બેંક બની શકે છે ટાઈમ બોમ્બ, ફાટતા પહેલા આપે છે આ 4 સંકેત

Last Updated: May 6, 2026By

આજના સમયમાં સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ એટલો વધી ગયો છે કે પાવર બેંક આપણી સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. પહાડો હોય કે જંગલ, ગમે ત્યાં બેઠા આપણે ફોન ચાર્જ કરી શકીએ છીએ. પરંતુ, તાજેતરમાં વિમાનોમાં પાવર બેંક ફાટવાની બનેલી ઘટનાઓએ સુરક્ષા અંગે ગંભીર ચિંતા જન્માવી છે. પાવર બેંકમાં વપરાતી લિથિયમ-આયન બેટરી જો ખરાબ થાય તો તે ગંભીર વિસ્ફોટ કરી શકે છે.

પાવર બેંક ફાટતા પહેલા કયા ચેતવણી ચિહ્નો આપે છે?

જો તમારી પાવર બેંકમાં નીચેનામાંથી કોઈ પણ ફેરફાર દેખાય, તો તેનો ઉપયોગ તુરંત બંધ કરી દેવો જોઈએ:
વધારે પડતી ગરમી: જો પાવર બેંક ચાર્જિંગમાં ન હોય અથવા ઉપયોગમાં ન હોય છતાં પણ તે ગરમ થઈ રહી હોય, તો તે એક મોટો ખતરો છે. આનો અર્થ એ છે કે બેટરીની અંદર રાસાયણિક પ્રતિક્રિયામાં ખામી સર્જાઈ છે.
સોજો અથવા ફૂલી જવું: જો તમને લાગે કે પાવર બેંકના આકારમાં ફેરફાર થયો છે અથવા તે ફૂલી ગઈ છે, તો સમજવું કે તેની અંદર જોખમી ગેસ જમા થયો છે. આવી સ્થિતિમાં બેટરી ગમે ત્યારે ફાટી શકે છે.
વિચિત્ર ગંધ: પાવર બેંકમાંથી જો પ્લાસ્ટિક બળવાની અથવા કોઈ રસાયણની ગંધ આવે, તો આ આંતરિક શોર્ટ સર્કિટ અથવા લીકેજનો સંકેત છે.
ભૌતિક નુકસાન: જો પાવર બેંક ક્યારેક જોરથી નીચે પડી ગઈ હોય અને તેના પર તિરાડ પડી હોય કે તે વાંકી થઈ ગઈ હોય, તો તે અંદરથી અસ્થિર થઈ શકે છે. તેને સુરક્ષિત રીતે ડિસ્પોઝ કરવી જોઈએ.

હવાઈ પ્રવાસીઓએ શું ધ્યાન રાખવું?

એક સર્વે મુજબ, 83% પ્રવાસીઓ ફોન, 60% લેપટોપ અને 44% પાવર બેંક સાથે મુસાફરી કરે છે. આ તમામ ઉપકરણોમાં લિથિયમ-આયન બેટરી હોય છે. આથી મુસાફરી દરમિયાન કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી:
હેન્ડ લગેજમાં જ રાખો: પાવર બેંકને ક્યારેય ચેક-ઈન સામાનમાં ન મૂકો. તેને હંમેશા તમારા હેન્ડ બેગેજમાં જ રાખો જેથી જો કોઈ કટોકટી સર્જાય તો તરત ખબર પડી શકે.
ક્રૂ મેમ્બર્સને જાણ કરો: જો ફ્લાઇટમાં તમારી પાવર બેંક વધુ પડતી ગરમ થાય અથવા તેમાંથી ધુમાડો નીકળે, તો ગભરાયા વગર તરત જ કેબિન ક્રૂને જાણ કરો.
નિયમોનું પાલન: મુસાફરી કરતા પહેલા એરલાઇનના બેટરી સંબંધી નિયમો જાણી લેવા હિતાવહ છે. ખુલ્લી અથવા છૂટી બેટરીઓને યોગ્ય રીતે પેક કરીને જ લઈ જવી જોઈએ.
તમારા ગેજેટ્સને ચાર્જ કરવા જેટલું જ જરૂરી તમારી પોતાની સુરક્ષા છે. પાવર બેંકના ઉપયોગમાં થોડીક સાવચેતી રાખવાથી મોટા જોખમને ટાળી શકાય છે.

Leave A Comment