Protein Rich Dryfruits: મખાના, પિસ્તા કે અંજીર, જાણો પ્રોટીન અને એનર્જી માટે કયો સુપરફૂડ છે સૌથી બેસ્ટ?
આજકાલ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે લોકો ખાણી-પીણીમાં સભાન બન્યા છે. જંક ફૂડના સ્થાને હવે હેલ્ધી સ્નેક્સ તરીકે ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ (બીજ)નો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને પ્રોટીન અને એનર્જી માટે મખાના, પિસ્તા અને અંજીર લોકપ્રિય છે. પરંતુ, સવાલ એ થાય છે કે આ ત્રણેયમાંથી ખરેખર કયું સૌથી વધુ તાકાતવર અને ગુણકારી છે? ચાલો વિગતવાર સમજીએ.
1. મખાના: વજન ઘટાડવા અને મસલ્સ માટે વરદાન
મખાના (Fox Nuts) એ લો-કેલરી સ્નેક છે, જે જેઓ વજન ઉતારવા માંગે છે તેમના માટે ઉત્તમ છે.
પ્રોટીન: 100 ગ્રામ મખાનામાં અંદાજે 15 ગ્રામ પ્રોટીન હોય છે, જે મસલ્સ બિલ્ડિંગમાં મદદ કરે છે.
પોષક તત્વો: તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત રાખે છે.
ખાસિયત: આમાં ફેટ અને કેલરી ખૂબ ઓછી હોય છે, તેથી ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે પણ તે સુરક્ષિત છે.
2. પિસ્તા: હૃદયના સ્વાસ્થ્ય અને હાઈ પ્રોટીનનો સોર્સ
પિસ્તા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ પોષણનો ખજાનો છે.
પ્રોટીન: પિસ્તામાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઊંચું (અંદાજે 20.2 ગ્રામ) હોય છે.
કેલરી: આમાં અંદાજે 560 કિલો કેલરી હોય છે, જે શરીરમાં તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે.
ફાયદા: પિસ્તામાં રહેલા હેલ્ધી ફેટ્સ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
3. અંજીર: પાચનતંત્ર અને લોહી વધારવા માટે શ્રેષ્ઠ
અંજીર ફાઈબર અને આયર્નનો પાવરહાઉસ માનવામાં આવે છે.
પાચન: તેમાં રહેલા ફાઈબરને કારણે કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે અને પાચન સુધરે છે.
હિમોગ્લોબિન: આયર્નની ભરપૂર માત્રાને કારણે તે શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે અને ત્વચાને તેજસ્વી બનાવે છે.
સેવનની રીત: સૂકા અંજીરને રાત્રે પલાળી રાખીને સવારે ભૂખ્યા પેટે ખાવાથી બમણો ફાયદો મળે છે.
કોણ છે સૌથી વધુ તાકાતવર?
- આ ત્રણેય સુપરફૂડ્સ પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે, પરંતુ તમારી જરૂરિયાત મુજબ તમે પસંદગી કરી શકો છો
- જો તમે વજન ઉતારવા અને હળવો નાસ્તો ઈચ્છો છો, તો મખાના સર્વશ્રેષ્ઠ છે.
- જો તમારે મસલ્સ બનાવવા કે હાઈ પ્રોટીન જોઈએ છે, તો પિસ્તા વધુ અસરકારક છે.
- જો તમને પાચનની તકલીફ કે લોહીની ઉણપ છે, તો અંજીર રામબાણ ઈલાજ છે.
- નિષ્ણાતોના મતે, આ ત્રણેયનું સંતુલિત સેવન કરવામાં આવે તો શરીરને દરેક જરૂરી પોષક તત્વો મળી રહે છે.
Disclaimer: આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ નવો આહાર શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ લેવી હિતાવહ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

