Starbucks Drops AI Inventory System, Returns to Human Staff | Gujarat News

Last Updated: May 24, 2026By

ટેકનોલોજીના આ દોરમાં છેલ્લા કેટલાક સમયથી સતત એવા સમાચાર આવી રહ્યા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના કારણે લાખો લોકો બેરોજગાર થઈ રહ્યા છે. પરંતુ, પ્રખ્યાત ગ્લોબલ કોફી ચેઈન કંપનીમાં આનાથી બિલકુલ ઉલટી ઘટના બની છે. તેના સ્ટોર્સમાં ઇન્વેન્ટરી (સ્ટોક) ના સંચાલન માટે કરોડોના ખર્ચે હાઈટેક AI સિસ્ટમ તૈનાત કરી હતી, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ આ સિસ્ટમ સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. પરિણામે, કંપનીએ હાર માનીને AI ને હટાવી દીધું છે અને આ કામ માટે ફરીથી માણસોને નોકરી પર રાખવાની શરૂઆત કરી છે.

AI ને કયું કામ સોંપવામાં આવ્યું હતું?

આ કોફી કંપનીએ પોતાની સપ્લાય ચેઈનને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે ઉત્તર અમેરિકાના ઘણા સ્ટોર્સમાં આ AI-સંચાલિત સિસ્ટમ રજૂ કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત કર્મચારીઓને કેમેરા અને અત્યાધુનિક લિડાર (LiDAR) ટેકનોલોજીથી સજ્જ ખાસ ટેબલેટ આપવામાં આવ્યા હતા. આ ડિવાઈસનું કામ સ્ટોરના છાજલીઓ (Shelves) ને સ્કેન કરીને સામાનની સચોટ ગણતરી કરવાનું હતું. કંપનીનો હેતુ એવો હતો કે કર્મચારીઓનો સમય બચે અને મશીન જ દૂધના પેકેટ, કોફી પાવડર અને અન્ય ઇન્વેન્ટરીની ગણતરી કરી લે.

દૂધના પેકેટ ઓળખવામાં પણ AI ફેલ!

જોકે, વાસ્તવિક પરિસ્થિતિમાં આ ટેકનોલોજી સુપર ફ્લોપ સાબિત થઈ. સ્ટોરના મેનેજરો અને સ્ટાફે ફરિયાદ કરી કે આ AI સિસ્ટમ સામાનની ગણતરી અને લેબલિંગમાં ગંભીર ભૂલો કરી રહી છે. આ સિસ્ટમ અલગ-અલગ પ્રકારના દૂધ (જેમ કે હોલ મિલ્ક, સોય મિલ્ક કે આલમંડ મિલ્ક) વચ્ચેનો તફાવત ઓળખવામાં અસમર્થ રહી. આ ટેકનિકલ ખામીના કારણે સ્ટાફનો સમય બચવાને બદલે મુશ્કેલીઓ બમણી થઈ ગઈ, કારણ કે AI એ કરેલી ભૂલો સુધારવા અને ગણતરી સાચી છે કે નહીં તે ચકાસવા માટે કંપનીએ અલગથી માણસો રોકવા પડતા હતા.

વાસ્તવિક દુનિયામાં AI ના પડકારો

આ કિસ્સો સાબિત કરે છે કે ભલે AI મોટા ડેટાનું વિશ્લેષણ કરી શકતું હોય, પરંતુ જ્યાં રોજિંદા જીવનની અને ચોકસાઈની વાત આવે છે ત્યાં તે હજુ પણ માનવ મગજની બરાબરી કરી શકતું નથી. વાસ્તવિક દુનિયાના બિઝનેસ ઓપરેશન્સમાં ટેકનોલોજીને હજુ ઘણી તાલીમની જરૂર છે. આખરે થાકીને, સ્ટારબક્સે ડિજિટલ સિસ્ટમ બંધ કરીને માનવબળ એટલે કે ‘હ્યુમન ટચ’ પર જ ભરોસો મૂકવો પડ્યો છે.

આ પણ વાંચોઃ Oppo Find X9 Ultra: 5 કેમેરા વાળા ધાંસૂ ફોનની એન્ટ્રી, જાણીલો તેના ફિચર્સ અને પ્રાઇઝ વિશે!

Leave A Comment