સાત્વિક-ચિરાગ સિંગાપોર ઓપન બેડમિન્ટનના ફાઇનલમાં પહોંચ્યા:દુનિયાની નંબર-1 જોડીને હરાવી; કોરિયાના વર્લ્ડ ચેમ્પિયન્સને 21-19, 21-18થી હરાવ્યા
ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ સિંગાપોર ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ચોથી ક્રમાંકિત ભારતીય જોડીએ શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં વિશ્વની નંબર-1 દક્ષિણ કોરિયન જોડી કિમ વોન હો અને સિયો સેઉંગ જે ને 21-19 અને 21-18 થી હરાવી દીધા. 52 મિનિટ સુધી ચાલેલી મેચમાં સાત્વિક અને ચિરાગે 21-19, 21-18 થી જીત નોંધાવી. આ ભારતીય જોડીની કિમ અને સિયો સામેની પ્રથમ જીત પણ છે. પ્રથમ ગેમમાં પાછળ રહ્યા બાદ વાપસી કરી મેચની શરૂઆતથી જ બંને જોડીઓ વચ્ચે સખત ટક્કર જોવા મળી. પહેલા ગેમના મિડ-ગેમ બ્રેક સુધી કોરિયન જોડી 13-11થી આગળ હતી. જોકે, સાત્વિક અને ચિરાગે દબાણમાં શાનદાર રમત બતાવી. તેમણે સતત પોઇન્ટ્સ મેળવ્યા અને વાપસી કરતા પહેલો ગેમ 21-19થી પોતાના નામે કરી લીધો. બીજી ગેમમાં પણ સાત્વિક અને ચિરાગ 11-14થી પાછળ ચાલી રહ્યા હતા. પછી વાપસી કરતા બીજી ગેમ 21-18થી જીતીને મેચ પોતાના નામે કરી લીધો. રવિવારે બીજા સેમિફાઇનલના વિજેતા સામે મુકાબલો હવે ભારતીય જોડી બીજા સેમિફાઇનલના વિજેતા સામે રવિવારે ટકરાશે. બીજો સેમિફાઇનલ ઇન્ડોનેશિયાની ફજર અલ્ફિયાન-મુહમ્મદ શોહિબુલ ફિકરી જોડી અને ચીનની લિયાંગ વેઇ કાંગ-ચાંગ વાંગ વચ્ચે થશે. મિક્સ્ડ ડબલ્સમાં ભારતને નિરાશા મિક્સ્ડ ડબલ્સ વર્ગમાં ભારતને નિરાશા મળી છે. ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની જોડી સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ. ભારતીય જોડીને જાપાનના યુઇચી શિમોગામી અને સયાકા હોબારા સામે 16-21, 21-17, 13-21 થી હારનો સામનો કરવો પડ્યો. ત્રણ ગેમ સુધી ચાલેલી આ મેચમાં ધ્રુવ અને તનિષાએ બીજી ગેમમાં વાપસી કરી, પરંતુ છેલ્લી ગેમમાં જાપાની જોડીએ બાજી મારી લીધી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

